Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

પ્રેમિકાનો બળાત્‍કાર કરી પ્રાઈવેટ પાર્ટમાં નાખ્‍યા મરચાં: પીડિતા હોસ્‍પિટલમાં દાખલ

સુરત નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી

સુરત,તા. ૧૯ : સૂરત નજીક કે ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક વ્‍યક્‍તિ પર એક મહિલા સાથે કહેવાતી રીતે બળાત્‍કાર કર્યા બાદ શારીરિક રીતે પીડિત કરવાનો કેસ નોંધવામાં આવ્‍યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપ શખ્‍સ પીડિતાનો બોયફ્રેન્‍ડ છે. પીડિતાને હોસ્‍પિટલમાં દાખલ કરવી પડી છે. રિપોર્ટ પ્રમાણે, આરોપીએ તેના ગુપ્તાંગમાં મરચાં ભરી દીધા હતા.

આરોપીની ઓળખ સૂરતના રહેવાસી નિકુંજ કુમાર અમૃતભાઈ પટેલ તરીકે થઈ છે. નિકુંજ કુમારે આ હકિકત છુપાવી કે તે પરિણીત હતો અને તેની પત્‍ની બીજા ગામડામાં અલગ રહેતી હતી. તેણે પીડિત મહિલાને બોલાવી, ફોસલાવીને પોતાના ઝાંસામાં ફસાવી હતી. બન્ને અમુક સમય સુધી રિલેશનશિપમાં હતા જયાં સુધી મહિલાને તેની હકિકત વિશે ખબર નહોતી.

ઈન્‍ડિયા ટુડેના રિપોર્ટ પ્રમાણે, જયારે પ્રેમિકાને તેના પરિણીત હોવા વિશે ખબર પડી, તો બન્ને વચ્‍ચે ઝગડો થઈ ગયો. પોલીસ પ્રમાણે મહિલાએ આરોપી નિકુંજ કુમારથી અંતર સાધ્‍યું.

અલગ થવાના નિર્ણયથી નારાજ પટેલે કહેવાતી રીતે પોતાની પ્રેમિકાને કેબલના તારથી મારી અને તેનો બળાત્‍કાર કર્યો. તેણે પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાં મરચાં પણ ભર્યા હતા. ત્‍યાર બાદ આરોપીએ તેને ધમકી આપી કે તે તેની પ્રાઈવેટ તસવીરો સોશિયલ મીડિયા પર લીક કરી દેશે.

ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત થવાને કારણે પીડિતાને હોસ્‍પિટલમાં દાખલ કરવી પડી. ત્‍યાર બાદ કેસની સૂચના ઓલપાડ થાણામાં પોલીસને આપવામાં આવી. આરોપીની મંગળવારે પોલીસે ધરપકડ કરી અને તેના વિરુદ્ધ  આઈપીસી ૩૭૬ હેઠળ કેસ દાખલ કર્યો છે.

 

 

(10:27 am IST)