Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

વર્ગ-૩ની ભરતી પ્રક્રિયામાં ધરખમ ફેરફાર : પ્રાથમિક અને મુખ્‍ય પરીક્ષા

ઓછામાં ઓછી ૨૦ વર્ષની ઉંમર અને ઓછામાં ઓછી સ્‍નાતક સુધીની શૈક્ષણિક લાયકાત ફરજીયાત : અપર લેવલની ભરતીમાં બે તબક્કાની પરીક્ષા, લોઅર લેવલમાં એક પરીક્ષા : એમ.સી.ક્‍યુ. જી.પી.એસ.સી.માં પૂછાય છે તેવા પ્રશ્નો

રાજકોટ તા. ૧૯ : રાજ્‍ય સરકારે વર્ગ-૩ની કલાર્ક કક્ષાની ભરતી માટે સ્‍પર્ધાત્‍મક પરીક્ષાના સ્‍વરૂપમાં ધરખમ ફેરફાર કર્યા છે. ગઇકાલે સામાન્‍ય વહીવટ વિભાગના નાયબ સચિવ શ્રી તેજસ સોનીની સહીથી નવા નિયમો અંગેનું જાહેરનામુ પ્રસિધ્‍ધ કરવામાં આવ્‍યું છે.

હવે વર્ગ-૩ની અપર લેવલની ભરતીમાં પ્રાથમિક અને મુખ્‍ય તે બે પરીક્ષા રહેશે. લોઅર લેવામાં એક પરીક્ષા રહેશે. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ગ્રેજ્‍યુએટની કરવામાં આવી છે. લઘુત્તમ વયમર્યાદા ૨૦ વર્ષની રહેશે. ઉપલી વયમર્યાદા સરકારી નિયમ મુજબ રહેશે. નવી પરીક્ષા પધ્‍ધતિથી સરકારને વધુ ગુણવત્તાવાળા કર્મચારીઓ મળી શકશે.

સરકારી નોકરીની ભરતી પ્રક્રિયામાં થોડો ફેરફાર કરવામાં આવ્‍યો છે. મુખ્‍યમંત્રીની અધ્‍યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક અને નિષ્‍ણાતો સાથેના લાંબા અધ્‍યયન બાદ આ નિર્ણય લેવામાં આવ્‍યો છે. જે અંતર્ગત ગુજરાત સરકારે રાજયમાં વર્ગ-૩ ની ભરતી માટે પરીક્ષાનું નવું માળખું જાહેર કર્યું છે.ᅠ

રાજય સરકારે વર્ગ-૩ની ભરતી માટે મહત્‍વપૂર્ણ નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે ઓફિસ આસિસ્‍ટન્‍ટ, જુનિયર-સિનિયર અને હેડ ક્‍લાર્કની સંયુક્‍ત પરીક્ષા યોજાશે. અગાઉ આ પરીક્ષા અલગ અલગ યોજાતી હતી. એટલું જ નહીં હવેથી આ ભરતી માટે પ્રિલી પરીક્ષા અને મુખ્‍ય પરીક્ષા એમ બે પ્રકારે પરીક્ષા લેવામાં આવશે. પ્રિલી પરીક્ષામાં પાસ ઉમેદવારોની સરકારી નોકરીની ભરતી માટે મુખ્‍ય પરીક્ષા લેવાશે. મુખ્‍ય પરીક્ષાના માર્ક્‍સના આધારે જ મેરિટ જાહેર કરવામાં આવશે.

હવે ૨ પ્રકારે કલાસ ૩ ગણાશે અપર ક્‍લાસ ૩ અને લોવર કલાસ ૩. અપર કલાસની પ્રથમ પ્રાથમિક પરીક્ષા લેવાશે જે ૧૦૦ માર્ક્‍સની હશે અને ફક્‍ત એક કલાક મળશે. આ પ્રાથમિક પરીક્ષામાં કોઈ પણ કેટેગરીના ઉમેદવારે ઓછામાં ઓછા ૪૦ માર્ક્‍સ લાવવા પડશે.  પ્રાથમીક પરીક્ષા માં રિજનીગ અને ગણિત ૪૦ માર્ક્‍સ, એપટીત્‍યુડ ૩૦ માર્ક્‍સ, અંગેજી ૧૫ માર્ક્‍સ અને ગુજરાતી ૧૫ માર્ક્‍સ. આ પાસ કર્યા પછી મુખ્‍ય પરીક્ષા આવશે જેમાં dyso અને STI (GPSC જેમ) ૩ પેપર લખવાના આવશે જેનો સમય ૩ કલાક છે.

આ પેપરમાં પ્રથમ ગુજરાતી ભાષા જેમાં પત્ર, નિબંધ અને બધુજ આવશે જે ૧૦૦ માર્ક્‍સનું હશે. બીજુ અંગ્રેજી જેમાં પણ ૧૦૦ માર્ક્‍સનું લખવાનું GPSCના જેમ બધું જ આવશે. અને ત્રીજું પેપર GSનું ૧૫૦ માર્કસનું  આવશે. તેમાં  ઇતિહાસ, વારસો, બંધારણ , ઇકોનોમી, વિજ્ઞાન અને ટેકનોલોજી અને જાહેર વહીવટ જેવા બધા જ વિષયના પ્રશ્નો આવશે. ફાઈનલ સિલેક્‍શનમાં મુખ્‍ય પરિક્ષાના ગુણ જોવાશે.

લોવર કલાસ ૩માં આવે તો તેમાં મુખ્‍ય પરીક્ષા નહિ આવે. લોવર કલાસ ૩ માં ૨૦૦ માર્ક્‍સનું પેપર આવશે ૨ કલાક મળશે. જેમાં અંગેજી ૨૦, ગુજરાતી ૨૦,  બંધારણ, જાહેર વહીવટ, RTI, CPS, PCA ૩૦ માર્ક્‍સ , ઇકોનોમી, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ ૩૦ માર્કસ , કરંટ અફેર ૩૦ માર્કસ અને ગણિત અને રીજનીગના ૪૦ માર્કસ  એમ ૨૦૦ માર્ક્‍સનું પેપર હશે. કોઈ પણ કલાસ ૩માં હવે કોમ્‍પ્‍યુટર ટેસ્‍ટ નહિ લેવાય. MCQ પણ GPSC લેવલના વિધાનવાળા આવશે. હવે પછીની વર્ગ-૩ની ભરતી માટેની તમામ પરીક્ષા નવી પધ્‍ધતિ મુજબ જ લેવાશે.

(11:07 am IST)