Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

ગરમીને કારણે વીજ વપરાશ વધવા છતાં ચોરી કરનાર પર સજ્જડ બ્રેક લાગતા વ્‍યવસ્‍થિત પુરવઠો પોહચ્‍યો

આઇપીએસ રાજકુમાર પાંડિયને વીજચોરો સામે લોખંડી હાથે કામ લીધું અને સાઉથ ગુજરાતમા ઇતિહાસ સર્જાયો એમ.ડી.યોગેશ ચૌધરી, વિજિલન્‍સ વિભાગના શ્રી.પટેલ તથા ચીફ એન્‍જીનીઅર શ્રી.શાહ ટીમને ગુજરાતના વિજિલન્‍સ, સિકયોરિટી વડાએ હાથ મિલાવતા અદભુત સિદ્ધિ

રાજકોટ, તા. ૧૯: કાયદેસર વીજ વપરાશના વાંકે વીજ પુષ્‍કળ વપરાશ સામે વીજ ચોરી કરનાર તત્‍વોને કારણે ધરખમ ફટકો પડ્‍યો હતો, અને ખાસ કરીને   દક્ષિણ ગુજરાત વીજ કંપનીને ધરખમ અસર થયેલ, આવી સમસ્‍યા નિવારવા માટે ગુજરાત ઊર્જા વિકાસ વિભાગના વિજિલન્‍સ વડા તરીકે કોઈ કડક આઇપીએસ અધિકારીની નિમણુક કરવી એવો અભિપ્રાય મળ્‍યા બાદ સાઉથ ગુજરાતના દરેક ગામ તેના લોકો અને ત્‍યાંના સારા નરસા લોકોથી ગ્રામદૂત યોજનાને કારણે પરિચિત અને સામાન્‍ય લોકો માટે મદદરૂપ અને અસામાજિક તત્‍વો માટે કડક હાથે કામ લેવા માટે જાણીતા નીડર એવા સિનિયર આઇપીએસ અધિકારી સીઆઈડી ક્રાઇમ વિભાગના રેલવે વડા રાજકુમાર પાંડિયનને ગુજરાત ઉર્જા વિકાસ વિભાગના વિજિલન્‍સ વડાનો ચાર્જ સુપ્રત થતાં ચમત્‍કાર થયો અને કાયદેસર વીજ વપરાશ વધતા તિજોરી છલકાય છે તેમ ખુદ એમ.ડી.યોગેશ ચૌધરી જણાવે છે.

વીજચોરી અટકાવવા આઇપીએસ રાજકુમાર પાંડિયન ટીમને મળેલ સફળતાના કારણે સાઉથ ગુજરાતના ઈતિહાસમાં દરરોજ ૧૦૦ મિલિયન વીજ વપરાશ થયો છે.વીજ પુરવઠાની માંગ ઉનાળામાં વધવા પામતી હોય મોટી વીજ ચોરીને કારને ગ્રાહકોને  વ્‍યવસ્‍થિત વીજ પુરવઠો પહોચાડવામાં તંત્રની ઈચ્‍છા હોવા છતાં તંત્ર લાચાર હતું.

છેલ્લા છ મહિનાથી જે વિસ્‍તારમાં દક્ષિણ ગુજરાતના વીજળી કંપનીના કર્મચારી જતા પણ ડરતા હતા તેવા વિસ્‍તારમાં વીજળી કંપનીના પોલીસ વિભાગના ડીજી તરીકે બેસેલા ડો.રાજકુમાર પાંડીયાન દ્વારા કરવામાં આવેલી સફળ કામગીરી અને અલગ અલગ દરોડા કરીને વીજળી પુરવઠોમાંથી ચોરી કરતા ચોરોને ઝડપી પાડીને અને તેમના વિરૂધ્‍ધ કાયદેસર પગલા પડી ગુનો નોંધી જેલના સળિયા પાછળ મોકલ્‍યા દીધા હતા. જેના બાદ દક્ષિણ ગુજરાતમાં પોણા ત્રણ કરોડથી વધુની દંડ વસૂલ કર્યો હતો.

 

 

(12:28 pm IST)