Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

સાંજથી મહિલા ભાજપનું ‘‘કમલ મિત્ર'' અભિયાન : સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાનો હેતુ

બહેનોને આત્‍મનિર્ભર- સશક્‍ત બનાવવા ભાજપ મહિલા મોરચાની બહેનો તાલીમ લઇને રાજ્‍યભરમાં ઘુમી વળશે : પ્રમુખ ડો. દીપિકા સરડવા

રાજકોટ,તા.૧૯ :  ભારતીય જનતા પાર્ટી  દ્વારા વિવિધ અભિયાન થકી જનતાના સેવાકીય કાર્યો કરવામાં આવે છે તેવી જ રીતે મહિલા સશક્‍તિકરણના ભાગરૂપે આજે૧૯મેની સમી સાંજે ૦૬ કલાકે સમગ્ર દેશમાં રાષ્‍ટ્રીય અધ્‍યક્ષશ્રી જે.પી.નડાજીના   હસ્‍તે મહિલા મોરચાનું કમલ મિત્ર અભિયાનનો પપ્રારંભ થનાર છે. આ કાર્યક્રમ અંગે   પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ગુજરાત મહિલા મોરચાના પ્રમુખ  ડો.દિપીકાબેન સરડવાજીએ પ્રત્રકાર પરિષદને સંબોધી હતી.

 ડો.દિપિકાબેન સરડવાએ જણાવ્‍યું કે, કમલ મિત્ર અભિયાન સમગ્ર દેશભરમાં ચાલવાનું જે અંતર્ગત ગુજરાતમાં પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલજીના માર્ગદર્શન હેઠળ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી  રત્‍નાકરજી અને મહિલા મોરચાના પ્રભારી અને પ્રદેશના ઉપાધ્‍યક્ષશ્રી ગોરઘનભાઇ ઝડફીયાજીની વિશેષ ઉપસ્‍થિતિમાં મહિલા મોરચાના ચૂંટાયેલા અને સંગઠનના કાર્યકરોની ઉપસ્‍થિતિમાં પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે અભિયાનનો શુભારંભ થનારો છે.

 દિપિકાબેન સરડવાએ અભિયાન અંગે વધુમાં જણાવ્‍યું કે, આ અભિયાનમાં ૧૫ જેટલી રાષ્‍ટ્રીય યોજનાઓને જનતા સુધી પહોંચાડવા સફળ પ્રયાસ કરવામાં આવશે જેમાં કઇ યોજનાનું ફોર્મ કયાથી મળશે,અને યોજનાના મેળવવા શું પાત્રત્તા જોઇએ તે તમામ બાબતોની મહિલા કાર્યકરોને આશરે ૧૫ દિવસ તાલીમ આપવામાં આવશે. આવતીકાલે કમલ મિત્રની બુકનું લોન્‍ચિંગ કરવામાં આવશે જેમાં ૧૫ જેટલી વિવિધ યોજનાઓની માહિતીનો સમાવેશ કર્યો છે. દેશના કર્મઠ વડાપ્રધાન  નરેન્‍દ્રભાઇ મોદીનો હમેંશા પ્રયાસ રહ્યો છે કે દેશની મહિલાઓ સ્‍વાવલંબી બને, આત્‍મનિર્ભર બને આ માટે અભિયાન થકી ગુજરાતની મહિલાઓને સરકારી યોજનાનો લાભ મળે તે માટે કમલ મિત્ર અભિયાનમાં ખાસ તાલિમ મેળવનાર મહિલા કાર્યકર વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ કરશે અને મંડળની બહેનોને પણ તાલિમ આપી બુથ સુધી યોજનાનો લાભ મળે તેવો પ્રયાસ કરવામાં આવશે.   

કાર્યક્રમમાં પ્રદેશ મહિલા મોરચના મહામંત્રીઓ શ્રી ડૉ.તળપ્તિબેન વ્‍યાસ,   સીમાબેન મોહીલે, પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ અને કમલ મિત્રના ઇન્‍ચાર્જો  અરૂણાબેન ચૌધરી,  અર્ચનાબેન ઠાકર, પ્રદેશ મહિલા મોરચાના મંત્રી શ્રદ્ધાબેન ઝા, પ્રદેશ મહિલા મોરચાના કાર્યાલયમંત્રી  મીરાબેન વાટલીયા ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:33 pm IST)