Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

રાજયના ૧૩ જિલ્લાઓમાં નવી ઔદ્યોગિક વસાહતોની સ્‍થાપના માટે પ્રાથમિક શકયતાદર્શી તપાસ અહેવાલ મેળવવા સૈધ્‍ધાંતિક મંજુરી

રાજય મંત્રી મંડળની બેઠકમાં લેવાયો મહત્‍વનો નિર્ણય : રાજકોટ, મહેસાણા, મહિસાગર, ભરૂચ, બનાસકાંઠા, પાટણ, છોટાઉદેપુર, ગીરસોમનાથ, ગાંધીનગર, ખેડા, અમરેલી, આણંદ અને જૂનાગઢ જિલ્લાના ૨૧ તાલુકાઓમાં જી.આઇ.ડી.સી. સ્‍થાપાશે

જામનગર,તા. ૧૯ : પ્રવક્‍તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્‍યું છે કે, રાજયના યુવાનોને ઘર આંગણે રોજગારી મળી રહે તે આશયથી મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજયમાં નવીન જી.આઇ.ડી.સી.ની સ્‍થાપના માટે વિધાનસભા સત્રમાં જાહેરાત કરવામાં આવી હતી. આ સંદર્ભે ગુજરાત ઔદ્યોગિક વસાહત નિગમના નિયામક મંડળ દ્વારા રાજયના ૧૩ જિલ્લાઓમાં નવી જી.આઇ.ડી.સી. સ્‍થાપવા માટે જમીનની એક જથ્‍થે ઉપલબ્‍ધતા, ડિમાન્‍ડ સર્વે, સ્‍થાનિક પરિબળો અને કૃષિ ઉત્‍પાદન વગેરેના પ્રાથમિક શક્‍યતાદર્શી તપાસ અહેવાલ એટલે કે પ્રિ-ફિઝીબિલીટી એસેસમેન્‍ટ રીપોર્ટ મેળવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો મહત્‍વપૂર્ણ નિર્ણય કર્યો છે.

પ્રવક્‍તા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજયના રાજકોટ, મહેસાણા, મહિસાગર, ભરૂચ, બનાસકાંઠા, પાટણ, છોટાઉદેપુર, ગીરસમોનાથ, ગાંધીનગર, ખેડા, અમરેલી, આણંદ, અને જૂનાગઢ જિલ્લાના ૨૧ તાલુકાઓમાં જી.આઇ.ડી.સી. સ્‍થાપવામાં આવનાર છે. તે માટે માળખાગત સુવિધાઓ પૂરી પાડવા ગુજરાત ઔદ્યોગિક વસાહત નિગમ કામગીરી કરી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયમાં નવીન જી.આઇ. ડી.સી.નું નિર્માણ થનાર છે તેમાં રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના વિંછીયા ગામે, મહેસાણા જિલાના સતલાસણ તાલુકાના નાની ભલુ, જોટાણા તાલુકાના જોટાણા ખાતે, વડનગર તાલુકાના વડનગર ખાતે, મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના બાલાસિનોર ખાતે, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આમોદ ખાતે, બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના થરાદ ખાતે, પાલનપુર તાલુકાના પાલનપુર ખાતે, દિયોદર તાલુકાના લવાણા ખાતે, ધાનેરા તાલુકાના ધાનેરા ખાતે, પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના સિદ્ધપુર ખાતે, સાંતલપુર તાલુકાના સાંતલપુર ખાતે, છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના લઢોદ ખાતે, ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવા બંદર ખાતે, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કડજોદરા ખાતે, ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઠાસરા ખાતે, મહુધા તાલુકાના મહુધા ખાતે, અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સાવરકુંડલા ખાતે, આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આંકલાવ ખાતે, જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના માળીયા હાટીના ખાતે, જૂનાગઢ તાલુકાના જૂનાગઢ ખાતે આ જી.આઇ.ડી.સી સ્‍થાપાશે.

(1:35 pm IST)