Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

સિધ્‍ધપુરમાં પાઇપલાઇનમાંથી મળેલ માનવ કંકાલ લવીના હરવાણીના હોવાની શકયતા : લગ્ન પહેલા મૃત્‍યુ થતા ઘેરો શોક

હત્‍યાની આશંકા સાથે ધંધા-રોજગાર બંધ રાખીને આવેદનઃ આરોપી ન પકડાય તો આંદોલન

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ,તા. ૧૯ : સિધ્‍ધપુર શહેરમાં છેલ્લા બે દિવસથી ટોક ઓફ ધ ટાઉન બનેલા પાણીની પાઇપલાઇન માંથી માનવ કંકણ નીકળવાના કિસ્‍સામાં બુધવારે નવો વળાંક આવ્‍યો હતો. જેમાં પાણીની ટાંકીમાંથી મળેલ દુપટ્ટો સિધ્‍ધપુર શહેરના ગુરૂનાનક સોસાયટીમાંથી તારીખ ૭ મી મેના રોજ સાંજે ઘરેથી મંદિર દર્શન કરવા જવાનું કહીને નીકળેલી અને જેના અમદાવાદ સ્‍થિત ઇન્‍દિરાનગરમાં રહેતા લોકેશ નામના યુવાન સાથે લગ્ન હતા અને લગ્નની તમામ તૈયારીઓ પણ પરિવારજનો દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. તો નવદંપતિએ પોતાના લગ્ન પૂર્વે પ્રિવડિંગ પણ હોશે હોશે કરાવ્‍યું હતું તે હરવાણી લવાની નો હોવાનું પરિવારજનોએ જણાવતા અને પોલીસ દ્વારા પરિવારને બતાવેલ સીસીટીવી ફુટેજમાં પણ લવાની પાણીની ટાંકી તરફ ઝડપથી ચાલતી જતી હોવાનું પરિવારે જણાવતા પરિવારની ખુશી માતમમાં ફેરવાઇ જવા પામી હતી. તો છેલ્લા બે દિવસથી પાણીની પાઇપ લાઇનમાંથી મળી રહેલા માનવ કંકણ લેવાની ના હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

જો કે બનાવની તપાસ કરી રહેલ એલસીબી પીઆઇએ આ બાબતે માનવ કંકાલના ડીએનએ રિપોર્ટ બાદ જ સાચી હકકીત જાણી શકાય તેમ હોવાનું જણાવ્‍યું હતું. આ મામલે પોલીસે ગુરૂવારે લવાની માતા લતાબેન હરવાણીનું બ્‍લડ મેળવી તેને ડીએનએ ટેસ્‍ટ માટે મોકલી આપ્‍યું હોવાનું જાણવા મળ્‍યું હતું. બનાવને પગલે પરિવારનજનો સહિત સમગ્ર સિધ્‍ધપુર શહેરમાં ગમગની છવાઇ જવા પામી હતી. અને ગુરૂવારે લવાની ના ગુરૂનગર સોસાયટી ખાતે નિવાસ સ્‍થાનેથી પરિવાર જનો સહિત સીંધી સમાજના લોકો અને સિધ્‍ધપુરના નગરજનોએ રેલી યોજી સિધ્‍ધપુર પ્રાંત અધિકારીએ આવેદનપત્ર આપી ઘટનાની સત્‍યતા ૪૮ કલાકમાં બહાર અહીં આવે અને બનાવમાં સંડોવાયેલ આરોપીની અટકાયત કરવામાં નહીં આવે તો ગાંધી ચિધ્‍યા માર્ગે આંદોલનની ચીમકી આપી હતી. ગુરૂવારે બનાવના પગલે સિધ્‍ધપુરના તમામ વેપારીઓએ સ્‍વયંભુ પોતાના ધંધા રોજગાર બંધ રાખી બનાવન. સખત શબ્‍દોમાં વખોડી કાઢયો હતો.

સિધ્‍ધપુરમાં બનેલી ઘટનાના પગલે હદપ્રત બનેલા લવાની હરવાણીના પરિવારજનો કે જ્‍યાં લગ્નની ખુશીનો માહોલ હતો તે માતમમાં ફેરવાયેલો જોવા મળ્‍યો હતો. લવાનીના માતા-પિતા સહિત પરિવારજનો એ ન્‍યાય મળે તેવી માંગ કરી હતી. તો લવાની નાની બહેન અને તેના ભાઇએ પોતાની બેને આત્‍મહત્‍યા નહિં પરંતુ તેની હત્‍યા થઇ હોય તેવું જણાવી પોલીસ દ્વારા તપાસ ઝડપી બનાવી કસુરવારને તાત્‍કાલીક ઝડપી લઇ કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી

(4:07 pm IST)