Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

સુરતમાં એક પિતાનો પરિવારના 4 સભ્યો પર જીવલેણ હુમલો: સમજાવવા વચ્ચે પડેલી દીકરીને હથિયારના 17 ઘા મારી હત્યા

દીકરીના મોઢાના અને શરીરના ભાગે 17 ઘા મારી તેની નિર્મમતાથી સગા પિતાએ જ હત્યા કરી નાખી હતી

સુરતના કડોદરામાં હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. જેમા એક પિતા પર જાણે શેતાન સવાર હોય તેમ પરિવારના ચાર સભ્યો પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો,. પિતાને સમજાવવા વચ્ચે પડેલી 19 વર્ષિય દીકરીને હથિયારના 17 ઘા મારી નરાધમ પિતાએ મોતને ઘાટ ઉતારી હતી. દીકરીના મોઢાના અને શરીરના ભાગે 17 ઘા મારી તેની નિર્મમતાથી સગા પિતાએ જ હત્યા કરી નાખી હતી. સુવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં આવેશમાં આવેલા પિતાએ મટન કાપવાના છરાથી પત્ની પુત્રી અને ત્રણ પુત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમા વચ્ચે પડેલી દીકરીને છરાના 17 ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી.

(8:07 pm IST)