Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

સુરત એરપોર્ટના વિસ્તૃતીકરણનું 94 ટકા કામગીરી પૂર્ણ થઇ : ટૂંક સમયમાં જ સુવિધામાં થશે વધારો

.138.48 કરોડના ખર્ચે તૈયાર થનાર ટર્મિનલ બિલ્ડિંગનું કામ ફાઇનલ તબક્કામાં

સુરત એરપોર્ટ  પર સુવિધામાં વધારો થવાની શરૂઆત નજીકના દિવસોમાં જ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. સુરત એરપોર્ટના વિકાસ માટેના કાર્યો ટર્મિનલ બિલ્ડિંગ, પેરેલલ ટેક્સી ટ્રેક અને કેનોપી સહિતના કાર્યોમાં પ્રગતિ થઇ છે. સુરત એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગ વિસ્તૃતીકરણની કામગીરી 94 ટકા પૂર્ણ થઈ ગઈ છે

 . એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ પોસ્ટ મૂકવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એરપોર્ટ પર થઇ રહેલા વિકાસકાર્યો અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ટર્મિનલ બિલ્ડિંગ, એપ્રોન અને પેરેલલ ટેક્સી ટ્રેક સહિતના વિકાસ કાર્યો માટે 353.25 કરોડ રૂપિયાના ખર્ચે કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.138.48 કરોડના ખર્ચે તૈયાર થનાર ટર્મિનલ બિલ્ડિંગનું કામ ફાઇનલ તબક્કા પર છે જે 94 ટકા સુધી પૂર્ણ થયું છે

 

 

 
(8:58 pm IST)