Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ મિશન શરૂ: સૌ પ્રથમ અટલ વર્કશોપનું આયોજન

રાષ્ટ્રના વિદ્યાર્થીઓ આગામી સમયમાં એજ્યુકેશનની સાથે સાયન્સ અને ટેકનોલોજીમાં પોતાનું કૌશલ્યને ઉજાગર કરે: મંત્રી ઋષિકેશ પટેલ

અમદાવાદ : ગુજરાતના મહેસાણા ગણપત  વિશ્વવિધાલય ખાતે અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ મિશનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં સૌ પ્રથમ અટલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાં અટલ બિહારી બાજપાઈના નામ પર અટલ ટીંકરીંગ લેબના નામ સાથે આ યોજના શરૂ કરવામાં આવી હતી.

રાષ્ટ્રના વિદ્યાર્થીઓ આગામી સમયમાં એજ્યુકેશનની સાથે સાયન્સ અને ટેકનોલોજીમાં પોતાનું કૌશલ્યને ઉજાગર કરે અને દેશ ટેકેનોલોજીનું એક ઉદ્દભૂત હબ બને તેમ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતના મહેસાણા ગણપત વિશ્વવિધાલય ખાતે આયોજીત અટલ વર્કશોપમાં જણાવ્યું હતું

   
(9:24 pm IST)