Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

વલસાડ નગરપાલિકાના ટેક્સ વિભાગમાં ટેક્સ સુપ્રિટેન્ડટ અને RTI કાર્યકર્તા વચ્ચે ફાઈલ ફાડી નાખવા મુદ્દે ઝપાઝપી

- સરકારી કામમાં રૂકાવટ લાવતા ટેક્સ સુપ્રિટેન્ડટે વલસાડ સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવા પહોંચ્યા

વલસાડના નગર પાલિકા હાઉસના ટેક્સ વિભાગમાં હોબાળાની ઘટના સામે આવી છે. RTI કાર્યકર્તા અને હાઉસ ટેક્સ સુપ્રિટેન્ડટ સાથે ઝપાઝપી થઈ હતી. ટેક્સ સુપ્રિટેન્ડટ રમણ રાઠોડ અને RTI કાર્યકર્તા કાંતિ ભંડારી સાથે ઝપાઝપી થઈ હતી. જેમાં કાંતિ ભંડારી દ્રારા ટેક્સની ફાઇલ ફાડી નાખતા હંગામો થયો હતો

 . ટેક્સ ભરવા આવેલા લોકો ઝપાઝપીના કારણે અટવાયા હતા. જેથી લોકોના સમયનો બગાડ થયો હતો. વલસાડના નગર પાલિકા હાઉસના ટેક્સ વિભાગમાં RTI કાર્યકર્તા દ્રારા સરકારી કામમાં રૂકાવટ લાવતા ટેક્સ સુપ્રિટેન્ડટે વલસાડ સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવા પહોંચ્યા હતા.

(9:29 pm IST)