Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

તિલકવાડા તાલુકામાં સગીરા પર દુષ્કર્મ કરનાર શખ્સ સામે બળાત્કાર નો ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના એક ગામમાં સગીર વયની દિકરી પર યુવાને બદકામ કરતા પોલીસે યુવાન સામે બળાત્કાર પોક્સોનો ગુનો દાખલ કર્યો છે

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના એક ગામની સગીરવયની દીકરી ઉંમર ૧૬ વર્ષ ૦૭ મહીના ૧૩ દિવસ નાનીને ભૂપેન્દ્ર ગોપાલભાઈ તડવી (રહે.નલિયા, તા.તિલકવાડા જી.નર્મદા )નામનો યુવાન લગ્ન કરવાની લાલચ આપી પટાવી ફોસલાવી ભગાડી લઇ જઇ ખેતરમાં ખાડામા સગીરાની મરજી વિરૂધ્ધ અવાર નવાર શરીર સંભોગ કરી ગુનો કરતા તિલકવાડા પોલીસે ભૂપેન્દ્ર તડવી સામે બળાત્કાર અને પૉક્સોનો ગુનો દાખલ કર્યો છે.

   
(11:05 pm IST)