Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

રાજપીપળા જીલ્લા જેલમાં બંદિવાનોના HIV, TB સહિતની જાગૃતતા,સ્કેનીંગ અને સારવાર માટેનો કેમ્પ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકાર દ્વારા વિવિધ કસ્ટડીઓમાં રહેનારા લોકો માટે એક ઝુંબેશ “ Integrated inless camp " કરવાનું જણાવતાં આ કેમ્પનું સફળ આયોજન કરવા માટે ભારત સરકાર દ્રારા ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી, જેલ વિભાગ, સામાજીક ન્યાય અને અધિકારીયતા વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ટી.બી વિભાગ, રાષ્ટ્રીય વાયરલ હેપેટાઇટીસ નિયંત્રણ કાર્યક્રમને સંકલનમાં રાખી જીલ્લા આરોગ્ય વિભાગ અને જીલ્લા ક્ષય વિભાગ રાજપીપળા દ્રારા "Integrated inless camp" અંતર્ગત રાજપીપળા જીલ્લા જેલ ખાતે તા-૧૯/૦૫/ ૨૦૨૩ના રોજ બંદિવાનોના HIV, TB, હિપેટાઇટીસ બી અને સી અને સીલીફીસ વિશે જાગૃતતા,સ્કેનીંગ અને સારવાર કેમ્પ યોજાયો હતો

  .આ કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એ.કે.સુમન,ડૉ.પ્રેરક આનંદ (એ.આર.ટી. મેડિકલ ઓફિસર,રાજપીપળા),સંદિપ પટેલ (આઇ.સી. ટી.સી કાઉન્સેલર), જીગ્નેશ પરમાર (એ.આર.ટી. કાઉન્સેલર), અનિતા કાપડીયા (આઇ.સી.ટી.સી લેબ ટેકનિશ્યન), ખુબી ભટ્ટ (એ.આર.ટી. લેબ ટેકનિશ્યન), દિલીપભાઇ વલવી (એસ.ટી.એસ નાંદોદ),વિશાલ દેસાઇ (ટી.બી.એચ.વી) નાઓ દ્રારા રાજપીપળા જીલ્લા જેલ ખાતેના બંદિવાન ભાઇઓ તથા બહેનોને HIV, TB, હિપેટાઇટીસ બી અને સી અને સીલીફીસ વિશેના ટેમ્પલેઇટ આપી તે અંગે તમામને વિસ્તૃત માહિતગાર કર્યા હતાં. અને રાજપીપળા જીલ્લા જેલના ૪૪ બંદિવાનોના બલ્ડના સેમ્પલ મેળવી તેઓના ટેસ્ટ કરવામાં આવેલ.
આ પ્રસંગે રાજપીપળા જીલ્લા જેલના અધિક્ષક કે.ટી. બારીયા, તથા જેલના અન્ય કર્મચારીઓએ આ કેમ્પ અતંર્ગત આવેલ ટીમને સહકાર આપી કાર્યક્રમ સફળ બનાવવામાં ભાગીદારી નોંધાવી હતી.

(11:08 pm IST)