Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

કેવડીયા ટેન્ટ સિટી-૨ ખાતે ચિંતન શિબિરનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ

9 જેટલી વોલ્વો બસમાં ગાંધીનગર થી કેવડીયા મુખ્યમંત્રી અને અધિકારીઓ પહોંચ્યા: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની રાહબરી હેઠળ તારીખ 19 થી 21 મે દરમિયાન ચિંતન શિબિર ચાલશે

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટસિટી 2 ખાતે રાજ્ય સરકાર ની ત્રી દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.૧૯ મેનાં રોજ સાંજે 4 વાગે ચિંતન શિબિરનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.જેમાં રાજ્ય સરકારનું આખું મંત્રી મંડળ,સચિવો,અગ્રસચિવો,જિલ્લાના કલેકટર, ડી.ડી.ઓ, મહાનગરના કમિશનરો અને ખાતાના વડાઓ સહિત 230 જેટલા મહાનુભાવો આ શિબિરમાં જોડાશે.આ ચિંતન શિબિરમાં મુખ્ય પાંચ વિષયો પર ચર્ચા કરવામાં આવશે જેમાં આરોગ્ય અને

પોષણ,શહેરીકરણ અને માળખાકીય વિકાસ,સરકારી અને તમામ સ્વાયત સંસ્થાઓ ના કર્મચારીઓ અને તાલીમ અને ક્ષમતાનિર્માણ,શિક્ષણ માં ગુણાત્મક સુધારો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય વિકાસ ક્ષમતા નિર્માણ જેવા વિષયો પર ચિંતન કરવામાં આવશે રાજ્ય નાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ અને અધિકારીઓ 9 વોલ્વો બસ મારફતે કેવડિયા ના ટેન્ટ સીટી 2 ખાતે પહોંચ્યા હતા મુખ્ય મંત્રી ઉદ્ઘાટન બાદ સાંજે નર્મદા આરતી માં ભાગ લેશે.

   
(11:12 pm IST)