Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

પાટણમાં બે હજારની નોટના નિર્ણય અંગે લોકોએ કહ્યું - ભૂતકાળમાં નોટબંધીના કોઈ ફાયદા થયા નથી

નોટ પાછી ખેચવાના નિર્ણયથી સામાન્ય માણસોની મુશ્કેલીમાં વધારો થશે

પાટણમાં બે હજારની નોટના નિર્ણય અંગે શહેરીજનોની પ્રતિક્રિયા સામે આવી છે. શહેરના આગેવાનોએ 2000ની નોટ પાછી ખેચવા મામલે વિરોધ કર્યો છે. નાગરિકોએ જણાવ્યું કે, ભૂતકાળમાં પણ નોટ બંધીનો કંઈ ફાયદો થયો નથી. નોટ પાછી ખેચવાના નિર્ણયથી સામાન્ય માણસોની મુશ્કેલીમાં વધારો થશે તેમજ સરકારનો નિર્ણય ખોટો છે

(12:34 am IST)