Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

વડોદરામાં બે હજારની નોટ પાછી ખેંચવાના નિર્ણય અંગે લોકોના તરેહતરેહના પ્રતિભાવ

લોકોએ જણાવ્યું કે, ફરીવાર નોટ બંધી થઈ હોય તેવું લાગી રહ્યું છે.

વડોદરામાં બે હજારની નોટ આરબીઆઈ પાછી ખેંચવાના નિર્ણય અંગે જણાવ્યું કે, ફરીવાર નોટ બંધી થઈ હોય તેવું લાગી રહ્યું છે. સરકારે નોટ બંધી કરી ત્યારે કહ્યું હતું કે, મોટી નોટોના કારણે કાળું નાણું વધુ છે તેમ છતાં બજાર માં 2 હજારની નોટ મૂકી. વધુમાં લોકોએ જણાવ્યું કે, હવે પરત લેવાનો નિર્ણય કરતા લોકોને ફરી લાઈનમાં ઊભા રહેવાનો વારો આવશે અને સરકારે લોકોને સમય આપવો જોઈએ.

(12:37 am IST)