Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

નારોલ પોલીસ દ્વારા ડીગ્રી વગરના બોનસ ડોકટર ઝડપાયો

એક વર્ષથી ડોકટર તરીકે પ્રેકટીશ કરતો હતો : ડોકટર સામે કાયદેસરની કાર્યવાહી કરી

અમદાવાદ:  પોલીસ કમિશ્નર  સંજય  વાસ્તવ  ની સુચના તેમજ   ગૌતમ પરમાર સંયુકત પોલીસ કમિશ્નર  સેકટર - ર અમદાવાદ શહેર તથા એ.એમ.મુનિયા   નાયબ પોલીસ કમિશ્નર  ઝોન-૬ અમદાવાદ શહેર તથા   મિલાપ પટેલ   મદદનીશ પોલીસ કમિશ્નર  કેડીવીજન અમદાવાદ શહેર નાઓએ ડીગ્રી વગરના નકલી ડોકટરોને પકડી પાડી તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય.

જે અન્વયે એસ.એ.ગોહિલ પોલીસ ઇન્સપેકટટર નારોલ પોલીસ સ્ટેશન અમદવાદ શહેર નાઓની સુચના તેમજ માર્ગદર્શન આધારે અ.મ.સ.ઇ. ચંદુભાઇ વેલાભાઇ બ.નં. ૯૪૮૬ તથા અ.લો.ર. લાલાભાઇ ગભરૂભાઇ બ.નં. ૧૧૬૭૨ નાઓ નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટુ-ગાડીમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન કંટ્રોલના કલાક ૧૨/૩૬ વાગ્યાના મેસેજ મળેલ કે કેસ નં.૯૦૨૧ નારોલ શાહવાડી જવાના રસ્તા ઉપર નકલી ડોકટર બનીને બેઠલ છે જે મેસેજ આધારે સદરી જગ્યાએ જઇ ફોન કરનાર નિધીબેન નાઓને મળતા જણાવેલ કે એક વ્યક્તિ ડીર્ગી વગર સ્થાઇ નામનું દવાખાનુ ચલાવી દવાખાનામાં એલોપેથીક દવાઓનો જથ્થો રાખી બીમાર દર્દીઓને સારવાર આપે છે તેમ જણાવતા તુરંત જ બે પંચોને બોલાવી હકીકતની સમજ કરી દવાખાનામા હાજર વ્યક્તિનુ પંચો રૂબરૂ નામઠામ પૂછતા પોતે પોતાનું નામ હરીદાસ ઠાકુર જાતે બિસ્વાસ રહે, મ.નં. એ/૫૦૩ ભાગવત ઇલીગન્સ એ.આઇ.એમ સ્કુલની પાસે નારોલ અમદાવાદ શહેર મુળ વતન કલકત્તા રાજ્ય.પશ્ચિમ બંગાળ ના હોવાનું જણાવેલ તેમજ મજકુર છેલ્લા એકાદ વર્ષથી માનવ જીંદગી જોખમાઇ એ રીતે ડોકટર પ્રેક્ટીસ કરે છે તેમજ આ અંગે દવાખાનામાં એલોપેથીક તેમજ આર્યુવેદીક દવાનો જથ્થો રાખી બીમાર દર્દીઓની સારવાર કરવા અંગે કોઇ આધાર કે કોઇ ડોકટર ડીગ્રી હોય તો સદરી મજકુરને રજુ કરવાનુ કહેતા કોઇ આવી ડીગ્રી પંચો રૂબરૂ નહીં હોવાનું જણાવેલ જેથી મજકુરના દવાખાનામાં

રાખેલ લાકડાના ટેબલના ખાનામા તપાસ કરતા ઇજેકશન મારવાની સિરીજ તેમજ નીડલ તથા જુદી જુદી કંપનીઓ ની દવાઓ તેમજ સીરપ બોટલ તેમજ ઢટેબ્લેટની બોટલ મળી ફુલ્લે કિંરૂ ૫૮૭૪/- ની વિલાયતી દવાઓનો જથ્થો મળી આવતા બે પંચો રૂબરૂ કબ્જે કરી તેમજ મજકુર ઇસમે કોઇપણ પ્રકારની ડીગ્રી વગર પોતાના કબ્જા ભોવટામાં વિલાયતી દવાઓનો જથ્થો રાખીબીમાર દર્દીઓની સારવાર કરતા મળી આવેલ હોય જેથી તેમના વિરૂદ્ધ ધી ઇ.પી.કો કલમ ૩૩૬ તથા ધી ગુજરાત રજીસ્ટર મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦ તથા ૩૩ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જે નારોલ પોલીસ સ્ટેશનની પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે.

આરોપી હરીદાસ ઠાકુર જાતે બિસ્વાસ રહેમ.નં. એ/૫૦૩ ભાગવત ઇલીગન્સ એ.આઇ.એમ સ્કુલની પાસે નારોલ અમદાવાદ શહેર મુળ વતન કલકત્તા રાજ્ય,પશ્ચિમ બંગાળ. કાર્યવાહીમાં એસ.એ.ગોહિલ પોલીસ ઇન્સપેક્ટર નારોલ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર. ,મ.સ.ઇ. ચંદુભાઇ વેલાભાઇ બ.નં.૯૪૮૬અ.હે.કોગેલાભાઇ ભોપાભાઇ બ.નં૪૭૯૭અ.લો.ર. લાલાભાઇ ગભરૂભાઇ બ.નં. ૧૧૬૭૨અ.લો.ર. હરપાલસિંહ ભરતભાઇ બ.નં. ૧૨૦૯૩અ.લો.ર પ્રદિપસિંહ નારસંગભાઇ બ.નં.૧૧૯૦૧ સામેલ થયા હતા.

(9:37 pm IST)