Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

નોંધાયેલ ગૌશાળાને પશુદીઠ નાણા આપવાના સરકારના નિર્ણયને આવકારતા ગોવિંદભાઇ પટેલ

રાજકોટઃ તા.૨૦ નોંધાયેલ ગૌ શાળાને પશુદીઠ રૂ. ૩૦ આપવાના રાજય સરકારના નિર્ણયનો ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ આવકારદાયી ગણાવ્‍યો છે. ં

તેઓએ જણાવ્‍યું છેકે ગુજરાતમાં અનેક સ્‍વયંસેવી સંસ્‍થાઓ રઝડતા તથા  છોડાયેલા અંધ, અપંગ, ઘરડા પશુઓ તેમજ ખુંટને રસ્‍તે રઝડતા છોડી મુકે છે. જે રાહદારીઓને તેમજ રસ્‍તામાં અડચણ કરતા હોય છે. અને તેના કારણે અકસ્‍માતોમાં ઘણા લોકો પોતાના જીવ પણ ગુમાવે છે તેનાથી રાહત મળશે. અને સ્‍વયંસેવી સંસ્‍થાઓને પણ ખર્ચમાં થોડી રાહત મળશે.

આ ઉપરાંત ગોબર ગેસ પ્‍લાટ માટે રૂ. ૨ કરોડની જોગવાઇ પણ એટલી જ આવકાર દાયક છે. નોંધાયેલ પશુ કેન્‍દ્રમાં જે પશુઓ આશરો લઇ રહેલ છે. તેના ગોબર અને મુત્રનો ઉપયોગ ગોબર ગેસમાં કરવાથી છાણમાં રહેલ મીથેનોલ ગેસ છુટો પડશે. અને ત્‍યારબાદ તેમાંથી જે ખાતર બહાર આવશે તે રાજય અને કેન્‍દ્રની પ્રાકૃતિક ખેતી અંગેની નવી નીતિને માટે ઉપકારક નીવડશે. તેમ અંતમાં ગોવિંદભાઇ પટેલે જણાવ્‍યુ છે.

(3:17 pm IST)