Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

ઉમરગામ પંથકમાં ૧૦ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર : વલસાડ અને વાપી ૪ ઇંચ : દમણ અને સેલવાસમાં પણ ૩ ઇંચ

દક્ષીણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્‍ટ્રી

 (જીતેન્‍દ્ર રૂપારેલીયા દ્વારા) વાપી : રાજ્‍યમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત સાથે જ મેઘરાજાએ સંઘ પ્રદેશના દમણ અને સેલવાસ સહીત દક્ષીણ ગુજરાત પંથક માં ધમાકેદાર એન્‍ટ્રી મારી છે જેને પગલે પહેલા જ રાઉન્‍ડ માં કેટલાક વિસ્‍તારો માં  જળબમ્‍બકાર સ્‍તીથી સર્જાયેલ છે.
દક્ષીણ ગુજરાતમાં પણ ખાસ કરીને મેઘરાજાએ સૌથી વધુ ‘હેત' વલસાડ અને નવસારી પંથક માં વરસાવ્‍યું છે જેમાં વલસાડ જીલ્લાના ઉમરગામ પંથકમાં તો  ૧૦ ઇંચ ભારે વરસાદ નોંધાતા અનેક વિસ્‍તારો માં પાણી ફરી વળ્‍યા હતા વાપીમાં પણ ઓછા સમયમાં ભારે વરસાદને પગલે પાણી ભરાયા હતા જેને પગલે ભારે હાલાકી ઉભી થવા પામી હતી.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્‍યના ૨૬ જીલ્લા ના ૮૭ તાલુકાઓ માં હળવા થી ૧૦ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સુરત પંથકમાં મેઘરાજા ની મહેર ઓછી છે પરંતુ ઉપરવાસના વરસાદને પગલે કોઝવેની જળસપાટી માં વધારો થયો છે એટલુજ નહિ નદીઓ માં પણ નવા નીર આવ્‍યા છે.
ફલડ કંટ્રોલ પાસે થી મળતી માહિત અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્‍યના વિવિધ વિસ્‍તારોમાં નોંધાયેલ વરસાદના મુખ્‍યત્‍વે આંકડાને જોઈએ તો ઉમરગામ ૨૪૮ મીમી,વલસાડ ૧૦૯ મીમી, વાપી ૯૪ મીમી, પારડી ૮૦ મીમી, કપરાડા ૫૯ મીમી અને ધરમપુર ૩૦ મીમી વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત ગરુડેશ્વર ૯૦ મીમી, તિલકવાડા ૭૧ મીમી,બરવાળા ૫૪ મીમી, ખેરગામ ૫૩ મીમી, ચીખલી ૪૧ મીમી,પાદરા ૪૦ મીમી, ચોટીલા ૩૫ મીમી,ગણદેવી ૩૪ મીમી તથા અંકલેશ્વર ૨૪ મીમી વરસાદ નોંધાયેલ છે.
જયારે જલાલપોર ૨૩ મીમી,નવસારી અને કરજણ ૨૨ મીમી,સંખેડા ૨૦ મીમી વરસાદ નોંધાયેલ છે આ ઉપરાંત રાજ્‍ય ના ૫૭ તાલુકાઓમાં ૧ થી ૧૯ મીમી હળવો વરસાદ નોંધાયેલ છે આ લખાય રહ્યું છે ત્‍યારે કે એટલે કે સવારે ૧૦ ૩૦ કલાકે રાજ્‍યના મોટા ભાગના વિસ્‍તારોમાં ફરી સૂર્યદેવનું સામ્રાજ્‍ય છવાયું છે.

 

(11:06 am IST)