Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

વડોદરાના કરજણ નગરમાં પરણિત પરિણીતાને મળવા ગયેલ પ્રેમી યુવાનનું ભેદી સંજોગોમાં મોત નિપજતા પ્રેમિકાના પતિ,ભાઈ સહીત અન્ય ચાર શખ્સોની ધરપકડ

વડોદરા: શહેરના કરજણ નગરમાં ૨૬ વર્ષના યુવાનની સનસનાટીભરી હત્યાનો ભેદ આખરે ઉકેલાયો છે. પરિણીત પ્રેમિકાને રાત્રે મળવા માટે ગયેલા યુવાનને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેની લાશને ઢાઢર નદીમાં ફેંકી દેવાઈ હતી હત્યાના ગુનામાં પ્રેમિકાના પતિ, ભાઈ સહિત ચારની ધરપકડ કરવામાં આવી છે.

અંગેની વિગત એવી છે કે કરજણ તાલુકાના પીંગલવાડા ગામે રહેતા કાનજીભાઈ નારણભાઈ રોહિતનો એકમાત્ર પુત્ર યતીન (. . ૨૬) અપરણિત હતો. તે એબીબી કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો તા.૧૯ના રોજ નોકરી પર ગયા બાદ બીજા દિવસે સવારે પણ યતીન ઘરે નહીં આવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. કાનજીભાઇના સંબંધીઓએ કરજણમાં તપાસ કરતા એવી વિગત જાણવા મળી હતી કે યતીનને કરજણ નવાબજાર વિસ્તારમાં સોનાનગર ખાતે રહેતી એક બાળકીની માતા  મિત્તલ સાથે પ્રેમ સંબંધ હતા તારીખ ૧૯ ની રાત્રે યતીન તેની પ્રેમિકા મિત્તલને મળવા માટે તેના ઘરે ગયો હતો ત્યારે મિત્તલનો ભાઈ સતીશ વિનોદ વસાવા (રહે. કુરાઈ ગામ, કરજન) તેમજ મિત્તલનો પતિ દેવેન્દ્ર દિલીપ વસાવા (રહે.પિંગલવાડા તા.કરજણ), મિત્તલનો દિયર અતુલ ધનજી વસાવા (રહે.પિંગલવાડા તા.કરજણ) અને સતીશનો મિત્ર દીપક ઉદેશીંગ વસાવા (રહે.ખાંધા તા.કરજણ) ચારે જણા સોનાનગર પહોંચી ગયા હતા.

(6:49 pm IST)
  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક આદેશ જાહેર કર્યો છે અને પોલીસતંત્રને કહ્યુ છે કે સ્કુટર ચાલકો અને મોટર ચાલકો પાસેથી માસ્ક પહેર્યુ ન હોય તે સિવાય બીજો કોઈપણ દંડ હાલના સંજોગોમાં વસૂલવો નહિં access_time 6:08 pm IST

  • સુપ્રીમના ૪ જજને કોરોના વળગ્યો : સુપ્રીમકોર્ટના ૪ ન્યાયાધીશોને કોરોના પોઝિટિવ આવતા ભારે ચિંતાની લાગણી access_time 11:31 am IST

  • રાજકોટમાં ૩ નવી હોસ્પિટલો શરૂ થવા આડે ઓકિસજનનું ગ્રહણઃ હમણાં શરૂ નહીં થાય : રાજકોટમાં કોરોનાના દર્દીઓ માટે ૩ ખાનગી હોસ્પિટલો શરૂ થવાની હતી પરંતુ ઓકિસજનની અછતના પરિણામે આ હોસ્પિટલો શરૂ થઇ શકી નથીઃ ઓકિસજનનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ થયે આ હોસ્પિટલો શરૂ થશે તેવું જાણવા મળે છે access_time 4:02 pm IST