Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

સાગબારા તાલુકાના પાનખલ્લા ગામે યુવાનને સાપ કરડી જતાં સારવાર હેઠળ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાનખલ્લા ગામના યુવાનને સાપે ડંખ મારતા સારવાર અર્થે લઈ જવાયો હતો
મળતી માહિતી અનુસાર અરવિંદભાઇ કરણસિંગભાઇ તડવી (ઉ.વ.૩૨) ( રહે.પાનખલ્લા, તા. સાગબારા,જી.નર્મદા )નાઓ પોતાના ઘરે રસોડાના ભાગે જમીને ઉભો થયેલ ત્યારે તેના ડાબા પગના અંગુઠાના ભાગે કોઈક ઝેરી સાપે ડંખ મારી તેને પ્રાથમિક સારવાર માટે સાગબારા સરકારી દવાખાને દાખલ કરેલ ત્યાંથી વધુ સારવાર માટે રાજપીપલા સીવિલ હોસ્પીટલમાં રીફર કર્યો હતો.

   
(10:52 pm IST)