Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

રથયાત્રા સંદર્ભે મોડીરાતથી સવાર સુધી કોમ્‍બિંગ..૧૬ તડીપાર મળી આવ્‍યા..ખળભળાટ

ગૃહમંત્રી, મુખ્‍ય પોલીસવડા વિકાસ સહાય અને લો એન્‍ડ ઓર્ડર વડા નરસિંહમાં કોમાર, અજય ચૌધરી, ઈન્‍ચાર્જ સી.પી.દ્વારા ઘડાયેલ રણનીતિનો અમલ થતાં જ સપાટો બોલ્‍યો : કુખ્‍યાત અપરાધીઓ અમદાવાદમાંથી તડીપાર હોવા છતાં અમદાવાદમાં છુપાયેલ મળી આવતા ક્રાઇમ બ્રાન્‍ચ ડીસીપી ચૈતન્‍ય માંડલિક પણ એસીપી પ્રદીપસિંહ જાડેજા પાસેથી વિગતો મેળવી રહ્યા છેઃ ઇન્‍ચાર્જ સીપી અને ક્રાઇમ બ્રાન્‍ચ વડા પ્રેમવીરસિંહ, સેકટર ૨ વડા એમ.એસ. ભરાડા, અને ડીસીપી અશોક મુનીયાના માર્ગઁદર્શનમાં પ્રદીપ સિંહ જાડેજા ટીમ દ્વારા સંખ્‍યાબંધ બૂટલેગરોને પણ ઝડપી લીધ

રાજકોટ, તા.૨૨: અમદાવાદની ઐતિહાસિક રથયાત્રામાં ભૂતકાળમાં ઘટેલી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે અભૂતપૂર્વ બંદોબસ્‍ત સ્‍કીમ મુજબ ગૃહમંત્રી દ્વારા મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય, લો એન્‍ડ ઓર્ડરવડા નરસિંહમાં કોમાર, સ્‍પેશ્‍યલ બ્રાન્‍ચ વડા અજય કુમાર ચૌધરી અને જેમના શીરે ખૂબ મહત્‍વની જવાબદારી છે તેવા ક્રાઇમ બ્રાન્‍ચ વડા અને ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીરસિંહ સાથેની તાકીદની બેઠકમાં ઘડાયેલ રણનીતિ તથા આઈબી વડા અનુપમ સિંહ ગેહલોત દ્વારા સુપ્રત થયેલ રિપોર્ટ મુજબ પૂર્વ વિસ્‍તારમાં ગુનેગારો પર વિશેષ કાળજી રાખવાના ભાગ રૂપે ઝોન,૬ વિસ્‍તારમાં મોડી રાતથી પરોઢ સુધી થયેલ ખાસ કોમ્‍બિગ દરમિયાન ૪૨ તડીપાર ગુનેગારોના ઘેર અને આશ્રય સ્‍થાનો ચેક કર્યા કુલ ૧૬ તડીપાર શખ્‍શો મળી આવવા સાથે બૂટલેગરોને ચેક કરતા ૧ ડઝન જેટલા બુટલેગર મળી આવ્‍યા હતા.

આ કાર્યવાહી દરમિયાન ખૂબ માથાભારે તરીકે પંકાયેલા જે શખ્‍શો સુલેહ શાંતિના ભંગ ન થાય તે માટે મોટી કાયદાકીય કાર્યવાહી કરી આ શખ્‍શો અમદાવાદમાં અને તે પણ રથયાત્રા સમયે હોવાથી તેમની સઘન પૂછપરછ સાથે બહારથી કોઈ ગુનેગાર આવ્‍યા નથી ને? તે બાબત પણ આકરી પૂછપરછ શરૂ થયેલ છે, ક્રાઇમ બ્રાન્‍ચ ડીસીપી ચૈતન્‍ય માંડલિક સતત એસીપી પ્રદીપસિંહ જાડેજા પાસેથી અપડેટ મેળવી રહ્યા છે.

અમદાવાદ શહેરના સંયુકત પોલીસ કમિશ્નર, સેકટર ૦૨ શ્રી એમ.એસ. ભરાડા  તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન ૦૬ શ્રી એ.એમ.મુનીયા દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે, અમદાવાદ શહેર જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્‍થાનિક ઈસનપુર પીઆઈ ડી.ડી.ગોહિલ, મણિનગર પીઆઈ ડી.પી. ઉનડકટ, વટવા પીઆઈ કુલદીપ ગઢવી, જીઆઈડીસી વટવા પીઆઈ એન.ડી.નકુમ, દાણીલીમડા પીઆઈ જી.જે.રાવત, નારોલ પીઆઈ આર.એમ. ઝાલા અને કાગડાપીઠ પોલીસ સ્‍ટેશનના પોલીસ ઈન્‍સ. એચ.સી.ઝાલા, પીએસઆઈ તથા ઝોન ૦૬ એલસીબી પીએસઆઈ એમ.વી.ભાટિયા સહિતના સ્‍ટાફના વિશાળ કાફલા સાથે  વહેલી સવારે ચેક કરતા, તડીપાર ઈસમો (૧) મહેબૂબ ઉફે કોડીલો ચંદભાઈ શેખ ઉ.વ.૨૯ રહે. કુતબી મહોલ્લો, વટવા, અમદાવાદ, (૨) કયુમભાઈ મુસ્‍તાકભાઈ કુરેશી રહે. ગુલશન પાર્ક, ઈસનપુર, અમદાવાદ, (૩) ઉસ્‍માન ઉર્ફે આલુ અબ્‍બાસ ખાન પઠાણ, (૪) આનંદ માવજીભાઈ બોરીચા ઉ.વ.૨૧, રહે.નવી વસાહત, જશોદાનગર, અમદાવાદ, (૫) સદ્દામ હુસૈન શૌકત હુસેન અન્‍સારી ઉ.વ.૩૫, રહે. ગ્રીનપાર્ક, નારોલ, અમદાવાદ, (૬) યાકુબ કમાલભાઈ શેખ ઉ.વ.૩૫ રહે. ગોસપાર્ક, વટવા, અમદાવાદ, (૭) અહેમદ અલી ઉર્ફે લલ્લન કાલિયો સાદિક અલી સૈયદ ઉ.વ.૩૭ રહે, બાગેકૌશલ સોસાયટી, નારોલ, અમદાવાદ, (૮) મહમદ ઈરફાન મહમદ યાસીન મલેક ઉ.વ.૪૫, રહે. સદ્દભાવના નગર ચાર માળીયા, વટવા, અમદાવાદ, (૯) શોએબ અબ્‍દુલ સમદ શેખ ઉ.વ.૨૯ રહે. આબાદનગરના છાપરા, પાંચ પીરની દરગાહ, દાણીલીમડા, અમદાવાદ, (૧૦) મહમદ દસ્‍તગીર બસીરભાઈ રંગરેજ ઉ.વ.૨૩, રહે. સોજતવાળી ચાલી, સરકારી ગોડાઉન પાછળ, શાહ આલમ, અમદાવાદ (૧૧) વિનોદભાઈ કિશનભાઈ દંતાણી ઉ.વ.૪૬ રહે. પિરબાઈ ધોબીની ચાલી, જમાલપુર ચાર રસ્‍તા, બહેરમપુરા, અમદાવાદ, (૧૨) યાસીન ઉર્ફે કોઠી રઈશભાઈ રંગરેજ ઉ.વ.૩૩ રહે. અલ્લાનગર, રહેમતી મહોલ્લા, દાણીલીમડા, અમદાવાદ, (૧૩) નિયાજ મોહમદ ઉર્ફે શાહરૂખ જમીલભાઈ કુરેશી ઉ.વ.૨૫ રહે. નગીના મસ્‍જીદ, રામ રહીમ ટેકરો, બહેરામપુરા, અમદાવાદ, (૧૪) ફારિક અસ્‍લમભાઈ શેખ ઉ.વ.૩૭, રહે. ચાંદ સૈયદ ગલી, સંતોષનગરના છાપરા, રામ- રહીમનો ટેકરો, બહેરામપુરા, અમદાવાદ તથા (૧૫) શાહરૂખ શબ્‍બીરભાઈ કુરેશી ઉ.વ.૨૭ રહે. નગીના મસ્‍જીદ, રામ રહીમ ટેકરો, બહેરામપુરા, અમદાવાદ, (૧૬) રફિયુદ્દીન ઉર્ફે રફીક શાહબુદ્દીન શેખ રહે દાણી લીમડા હાજર મળી આવતા, ધરપકડ કરી, કુલ ૧૬ તડીપાર ભંગના ગુન્‍હાઓ નોંધવામાં આવેલ છે.

 ઉપરાંત ઝોન ૦૬ વિસ્‍તારના ઉપરોકત પોલીસ સ્‍ટેશનના વિશાળ કાફલા દ્વારા સાથોસાથ અલગ અલગ ટીમો બનાવી, પ્રોહી જુગારની પ્રવૃતિ કરતા, ૧૧૪ બુટલેગરોને ચેક કરવામાં આવેલ હતા. જે દરમિયાન બાર જેટલા બુટલેગર આરોપીઓ (૧) દીનાબેન રાજુભાઈ ચુનારા, રહે. ચાર માળિયા, વટવા, અમદાવાદ, (૨) ચંદા અશોકભાઈ દંતાણી રહે. મણિનગર, અમદવાદ (૩) રમીલાબેન મનુભાઈ ચુનારા, રહે. ઈસનપુરા, અમદાવાદ, (૪) સુરેશ બરમાભાઈ ગિરિ રહે. જીઆઈડીસી વટવા, અમદાવાદ, (૫) રઘુરાજ પ્રતાપસિંહ ઠાકુર વિગેરેનો સમાવેશ છે.

(12:03 pm IST)