Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

અમદાવાદમાં ધોમધખતો તાપ : મહત્તમ તાપમાન ૪૨.૮ ડિગ્રી

દિલ્‍હી સહિત ઉત્તર ભારતમાં હિટવેવના કારણે ગરમીનો પારો ઉંચે ચડયો

રાજકોટ તા. ૨૨ : રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.

અમદાવાદમાં ગરમીનો પારો છેલ્લા બે દિવસથી ૪૩ ડિગ્રીએ સ્‍પર્શી રહ્યો છે. આજે આખો દિવસ અમદાવાદનું તાપમાન ૪૨.૮ ડિગ્રી રહ્યું હતું. દિલ્‍હી સહિત ઉત્તર ભારતમાં હિટ વેવનેᅠકારણે આજે અમદાવાદમાં અને ગુજરાતના અન્‍ય ભાગોમાં પણ ગરમીનો પારો સામાન્‍ય કરતાં બે ડિગ્રી ઊંચો રહ્યો હતો.

દેશના અનેક ભાગોમાં હજુ વધુ ગરમી પડવાની શક્‍યતા છે. પヘમિ રાજસ્‍થાન, દક્ષિણ હરિયાણા, ઉત્તર પ્રદેશના દક્ષિણ ભાગોᅠઉપરાંત પヘમિ બંગાળ અને ઝારખંડમાં હીટવેવની સ્‍થિતિ છે.

આ સ્‍થિતિ આગામી ૨૩થી ૨૫મીᅠતારીખ સુધી રહેશે એવી શક્‍યતાઓᅠદર્શાવવામાં આવી રહી છે.

આજે અમદાવાદનું ૪૨.૮, રાજકોટ ૪૧.૧, પાટણ ૪૧.૦, અમરેલી ૪૦.૮, વડોદરા ૪૦.૬, ભાવનગર ૩૭.૬, ભુજ ૩૮.૨, ડીસા ૪૦.૨ અને સુરત ૩૪.૨ નોંધાયું હતું. જયારે ભેજનું પ્રમાણ ૬૭ ટકા મહત્તમ અને ૨૮ ટકા ન્‍યૂનતમ રહ્યું હતું.હવામાન વિભાગની આગાહી છે કે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે અને ગરમીમાં આંશિક વધારો થઈ શકે છે. પાટનગર ગાંધીનગરનુંᅠતાપમાન ૪૨ ડિગ્રી નોંધાયું હતું. ખાનગી હવામાન સંસ્‍થાના અનુમાન પ્રમાણે જૂનના બીજા અઠવાડિયાથીᅠનૈઋત્‍યનું ચોમાસું બેસવાની શક્‍યતા છે

(3:55 pm IST)