Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

મેરીકો લિ.નું હેર એન્‍ડ કેર ટ્રિપલ બ્‍લેન્‍ડ હેર ઓઈલ, વાળ માટે વન-સ્‍ટોપ સોલ્‍યુશન

અમદાવાદ : ઉનાળો આવી ગયો છે અને ધગધગતા સૂર્ય અને પ્રદૂષણના મિશ્રણથી વાળને નુક્‍શાન થઈ શકે છે, પરિણામે વાળ નિસ્‍તેજ, શુષ્‍ક અને હઠીલી રીતે ગૂંચવાળા બની જાય છે. મેરીકો લિમિટેડના ચીફ આર એન્‍ડ ડી ઓફિસર ડૉ. શિલ્‍પા વોરા આપણને વાળ પર ગરમી અને ભેજની અસર તેમજ વાળને થતા નુકસાનને કેવી રીતે દૂર કરી શકાય તે વિશે સમજાવે છે.

વાળને નુકસાન થવાના કારણ વિશે વાત કરતાં, ડૉ. વોરા જણાવે છે, ગરમી, ભેજ અને પ્રદૂષણના મિશ્રણનું આપણા વાળના સ્‍વાસ્‍થ્‍યને ભારે નુકસાન પહોંચાડી શકે છે. સખત પાણી વાળને નુકસાન પહોંચાડે છે, જેનાથી તે નિસ્‍તેજ અને તૂટવા લાગે છે.  ઉનાળાની ગરમીથી તમારા માથાની ચામડી પર પરસેવાનું કારણ બની જાય છે અને તે તમારા માથાની ચામડી પરના તેલ સાથે મળીને તમારા માથાની ચામડીને ચીકણી, ચોંટેલી અને ખંજવાળવાળી બનાવે છે.

આ કારણથી, સામાન્‍ય રીતે તેલ લગાવવું એ તમારા મગજમાં અંતિમ વાત તરીકે હોય છે, પરંતુ આ સ્‍થિતિમાં આપણે ખાસ કરીને ઉનાળામાં આપણા વાળને તેલ લગાવવાની રીત બદલવાની જરૂર છે. આ માટેની ટ્રિક વાળ ધોયા બાદ અને સૂકા તેમજ સ્‍વચ્‍છ માથાની ચામડી પર તેલ લગાવવાની છે. એલોવેરા, ઓલિવ ઓઈલ અને ગ્રીન ટી સાથે સમળદ્ધ હેર એન્‍ડ કેર ટ્રિપલ બ્‍લેન્‍ડ જેવું હળવું, નોન-સ્‍ટીકી હેર ઓઇલ ન માત્ર લગાવવામાં સરળ છે, પરંતુ માથાની ચામડીમાં સરળતાથી શોષાઇ પણ જાય છે. તેની તાજગી આપનારી સુગંધ તમારા વાળને પણ તાજી સુગંધ છે.

(4:18 pm IST)