Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

૧૨ સાયન્સનું પરિણામ જાહેર થયાને ૨૦ દિવસ થઇ ગયા છતાં પણ સાયન્સ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવવામાં વિદ્યાર્થીઅોમાં ઉદાસીનતાઃ વડોદરામા૦ માત્ર ૮૮૦ ફોર્મ જ ભરાયા

નબળુ પરિણામ આવતા ઍફવાયબીઍસસીમાં ઍડમિશન માટે સંખ્યા ઘટી

વડોદરાઃ ધો. ૧૨ સાયન્સનું પરિણામ જાહેર થયાને ૨૦ દિવસ થવા છતાં સાયન્સ ફેકલ્ટી પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઅોમાં ઉદાસીનતા જાવા મળી રહી છે.
ગુજરાત શિક્ષણ બોર્ડના ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયાને 20 દિવસ થઈ ગયા છે પરંતુ પહેલાં વર્ષમાં સાયન્સ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓમાં ઉદાશીનતા જોવા મળી રહી છે.
ફોર્મ ભરવાનું શરુ થયે 20 દિવસ જેટલો સમય થવા આવ્યો છે અને અત્યાર સુધીમાં એફવાય બીએસસીની ગ્રાન્ટ ઈન એઈડ બેઠકો માટે માત્ર 800 અને પાદરા કોલેજની હાયર પેમેન્ટ બેઠકો માટે માત્ર 80 ફોર્મ હજી સુધી ભરાયા છે.
સત્તાધીશોના મતે આ બાબત ચિંતાનો વિષય બની છે. ઓછા એડમિશનની સૌથી વધાર અસર પાદરા કોલેજની હાયર પેમેન્ટ બેઠકો પર પડે તેવી શક્યતા છે. પાદરા કોલેજમાં માત્ર કેમેસ્ટ્રી અને માઈક્રોબાયોલોજી વિષયની જ બેઠકો પૂરેપૂરી ભરાઈ તેમ લાગી રહ્યું છે.
શિક્ષણ તજજ્ઞો સાથે વાતચીતમાં જાણવા મળ્યું કે ધોરણ 12 સાયન્સના નબળા પરિણામના કારણએ એફવાયબીએસસીમાં આ વખતે એડમિશન માટે ધસારો ઓછો રહેશે તેવું પહેલેથી જ મનાઈ રહ્યું હતું પણ અત્યાર સુધી અપેક્ષા કરતા પણ ઓછા ફોર્મ ભરાયા છે.
ફોર્મ ભરવા માટે 8 જુન છેલ્લી તારીખ છે. તા. 10 જુને પહેલુ મેરિટ લિસ્ટ બહાર પડશે. ફેકલ્ટીમાં એફવાય બીએસસીની 1200 જેટલી ગ્રાન્ટ ઈન એઈડ બેઠકો છે અને પાદરા કોલેજમાં 420 હાયર પેમેન્ટ બેઠકો પર પ્રવેશ અપાય છે. ગત વર્ષે 3500 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મ ભર્યા હતા.
આ વખતે તેના કરતા ક્યાંય ઓછા વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે.
કેટલાક શિક્ષણવિદો એવું પણ જણાવી રહ્યા છે કે NEETનું પરિણામ જાહેર થયું નથી તેના કારણે પણ ફોર્મ ઓછા ભરાયા હોઈ શકે છે.

(5:05 pm IST)