Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

વડોદરામાં ગરમીનું પ્રભુત્વ યથાવતઃ મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રીઃ હજુ ૩ દિવસ આકરી ગરમી પડશે

બપોરે આકરા તાપમાં બહાર ન નીકળવા તથા ઠંડા પ્રવાહીનું સેવન કરવા સલાહ

વડોદરાઃ વડોદરામાં આજે મહત્તમ તાપમાનનો પારો ૪૧ ડિગ્રીઍ પહોîચી જતા આકરા ઉનાળાનો અહેસાસ થઇ રહ્ના છે.
વડોદરામાં ગરમીનું પ્રભુત્વ યથાયત રહ્યું છે આજે તેનું તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું. આગામી ત્રણ દિવસ સુધી વડોદરામાં આકરી ગરમી નોંધાશે તેવું હવામાન વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે.
વડોદરા રાજ્યનું સૌથી હોટેસ્ટ જગ્યા રહી છે. લોકો આકરી ગરમીને કારણે ત્રાસી ગયા છે. સ્થાનિક પ્રશાસન દ્વારા પણ વડોદરાવાસીઓને ચેતવવામાં આવ્યા છે કે આવનાર દિવસોમાં ગરમીનો પારો ઊંચો જઈ શકે છે એટલે શક્ય હોય ત્યાં સુધી બપોરના આકરા તાપમાં બહાર જવાનું ટાળવું અને પ્રવાહીનું સેવન કરવું અને ગરમી બચવા શક્ય તેટલા ઉપાયો કરવા.
ગુજરાતમાં 28થી 30 મે સુધી અમદાવાદમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે. અમદાવાદમાં ગરમીના પારો 39 ડિગ્રી રહ્યો હતો અને ગઈકાલ કરતા દોઢ ડિગ્રી તાપમાન અમદાવાદમાં ઓછું જોવા મળી રહ્યું છે.
આકરા તાપથી લોકો ત્રસ્ત થયા હતા. હવામાન વિભાગની આગાહી કરતી એક સંસ્થાના મતે 25 મે સુધી અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં 41થી 42 ડિગ્રી ગરમી નોંધાઈ શકે છે.
રાજકોટ પણ ગુજરાતમાં સૌથી હોટેસ્ટ શહેર રહ્યું હતું અહીં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ગઈકાલના વેધર રિપોર્ટ અનુસાર રાજકોટમાં 41 ડિગ્રી, પાટણમાં 41 ડિગ્રી, ભાવનગરમાં 37 ડિગ્રી, ભુજમાં 38 ડિગ્રી, ડીસામાં 40 ડિગ્રી અને સુરતમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આજે સુરત શહેરમાં 37 ડિગ્રી તાપમાન રહ્યું હતું.

(5:06 pm IST)