Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

મહેસાણાના વસાઇ પાસે ભૂજ-ખેડબ્રહ્મા ST બસની આઇસર સાથે ટક્કર થતા એક મહિલાનું કરૂણમોત

બસમાં સવાર કંડક્ટર અને બે મુસાફરોને પણ ગંભીર ઇજા પહોંચી

અમદાવાદ :સલામતી અને સુરક્ષાના સૂત્ર સાથે ચાલતી એસટી બસનો અકસ્માત સર્જાયો છે. મહેસાણા જિલ્લાના વસાઇ પાસે ભૂજ-ખેડબ્રહ્મા ST બસની આઇસર સાથે ટક્કર થતા એક મહિલાનું મોત નીપજ્યું છે. રોડ પર બંધ પડેલા આઇસર સાથે ST બસ અથડાઇ ગઇ હતી. બસમાં સવાર કંડક્ટર અને બે મુસાફરોને પણ ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

(9:06 pm IST)