Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

તિલકવાડા અને ગરુડેશ્વર પોલીસે બે જગ્યા પરથી જુગાર રમતા શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લામાં તિલકવાડા અને ગરુડેશ્વર પોલીસે બે જુગારધામ પર રેડ કરી મુદ્દામાલ સાથે જુગારીઓને ઝડપી પાડ્યા હતા

  મળતી માહિતી અનુસાર તિલકવાડા પોલીસે બાતમીના આધારે પાયાકોય ગામની સીમમાં ચાલતા જુગાર પર છાપો મારતા (૧) સુરેશભાઇ કનુભાઇ ભીલ (૨)રાજુ ભાઇ રમેશભાઇ ભીલ (૩)રોહીતભાઇ જીવણભાઇ ભીલ (૪) શૈલેષભાઇ જીવણભાઇ ભીલ તથા (૫)વાસુદેવભાઇ ઇશ્વરભાઇ ભીલ( તમામ રહે.પાયાકોઇ તા.નસવાડી જી.છોટાઉદેપુર )નાઓને ઝડપી કુલ કિ. રૂ. ૧૦,૪૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે (૬)ભરત ભાઇ નટુભાઇ ભીલ (૭) રાજુભાઇ નટુભાઇ ભીલ (૮) ગીરીશભાઇ શંકરભાઇ ભીલ (ત્રણેય રહે.પાયાકોઇ તા.નસવાડી જી.છોટાઉદેપુર )નાઓ નાશી જતા તેમને વોન્ટેડ જાહેર કર્યા છે.
  જ્યારે ગરુડેશ્વર પોલીસે ગુણેથા ગામ પાસેથી મહેન્દ્ર ભાઇ કંચનભાઇ તડવી(રહે ચીચડીયા (મંદિર ફળીયુ) તા.ગરૂડેશ્વર જી,નર્મદા)ને જાહેરમાં આંક ફરકના આંકડાઓ લખી પૈસા વડે લગાઇ લઇ હારજીતનો જુગાર રમી રમાડી રેઇડ દરમ્યાન કુલ કિ.રૂ.૩૭૦ ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ ગુનો કરતા ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે.

 

(10:31 pm IST)