Gujarati News

Gujarati News

News of Monday, 22nd May 2023

વડિયા ગામને ડૂબતા બચાવવા વરસાદી પાણીના વ્હેણ પર બનેલા ગેરકાયદેસર મકાનો તોડવા મુખ્યમંત્રીને રજૂઆત

સત્યમનગર સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે નગર નિયોજકની કચેરીએ 2000ની સાલમાં 19 પ્લોટ ખુલ્લા રાખવા સૂચના આપી હતી છતાં બિલ્ડરે 18 મકાનો ગેરકાયદેસર બનાવી કરોડો કમાઈ લીધા :વડિયા ગ્રામજનો બાદ જલારામ અને રામેશ્વરમ સોસાયટીના રહીશોએ મુખ્યમંત્રીને વડિયા ગામના ગેરેકાયદેસર દબાણો દૂર કરી વરસાદી પાણીના નિકાલ માટે રસ્તો કરી આપવા માંગ કરી છે.

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વડિયા ગામનું સોસાયટીઓનું ખેતરોનું પાણી એકજ વરસાદી વહેણ માંથી નિકાલ થાય છે. આ સરકારી મુખ્ય વરસાદી પાણીના વહેણની જગ્યાએ બનેલી સત્યમ નગર સોસાયટીના  લોકોએ તાજેતરમાં આ વહેણનો માર્ગ જ બંધ કરી દીધો હોય ચોમાસામાં વડિયા ગામના ઘરોમાં પાણી ભરાશે આ સાથે રામેશ્વરમ,સાઈદર્શન, દેવ આશિષ, દેવનારાયણ વ્રજધામ સહિત વાડિયા ગામના આદિવસી અને દલિત ઘરોમાં પાણી ભરાશે એ નક્કી છે અને સત્યમ નગર સોસાયટીના ઘરોમાં પણ પાણી તો ભરાવાના છે જ ત્યારે ગ્રામજનોમાં વિરોધના શૂર ઉઠતા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અને વડિયા ગામના જમીન ધરાવતા રમેશભાઈ નાગજીભાઈ વસાવાએ મુખ્યમંત્રીથી લઈને ગૃહ મંત્રી, જિલ્લા કલેક્ટર અને નગર નિયોજક ને લિખિત અરજી કરી વરસાદી પાણીના વહેણની જગ્યા સત્યમનગરના રહીશો અટકાવી રહ્યા છે જે માર્ગ ખુલ્લો કરવાની માંગ સાથે એક મોટો ભ્રસ્ટાચારનો આક્ષેપ પણ કર્યો છે.જેમાં પાણીના નિકાલ માટે નગરનિયોજકે 19 પ્લોટ ખુલ્લા રાખવા ની સૂચના આપી હતી પરંતુ બિલ્ડરે જે તે જગ્યા ખુલ્લી રાખવાની હોવા છતાં મકાનો બાંધી દબાણો કરી દીધા છે. જે તોડવા માંગ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપલાને અડીને આવેલ વડીયા ગામમાં હાલ સોસાયટીઓ એક પછી એક વધી રહી છે અને તમામ બિલ્ડરો માટી પૂરી  4થી 5 ફુટ જેટલું પૂરાણ કરે છે એટલે વરસાદી પાણી ગામમાં અને જે મુખ્ય વહેણ છે ત્યાંજ આવવાનું હાલમાં આ મુખ્ય વહેણમાં સત્યમ નગર સોસાયટી બનાવી દેવામાં આવી છે જેનાથી આગળ જતા રોયલ સનસીટી સોસાયટી બનાવવામાં આવી છે. જો જિલ્લા કલેક્ટર કે ડીડીઓ રસ દાખવી સત્યમ નગર સોયટી વચ્ચેથી ખોદી મોટા ભૂંગળા નાખે અથવા 6 ફુટ ઊંડી પહોળી ગટર લાઈન કરે સત્યમ નાગરથી આ ગટરલાઇન કાઢી રોયલ સેંસિટિ માંથી પસાર થતી વરસાદી વહેણ વચ્ચે જે પણ મકાનો આવે કે ગટર લાઈન આવે જેને તોડી મોટી ગટર લાઈન ચેક કોતરોમાં કાઢી નાખવામાં આવે ત્યારે આ સમસ્યા નો હલ થાય એમ છે.
 વડિયા ગામે જે સત્યમ નગર સોસાયટી બની એ વરસાદી પાણીના વહેણની જગ્યા છે. જ્યા વર્ષોથી પાણી ભરાતું હતું જે જાણવા છતાં કોન્ટ્રાકટરે 40 થી 50 પરિવારોને અંધારામાં રાખી ને આ મકાનો ભટકાડી દીધા, જયારે આ સોસાયટી બનતી હતી ત્યારે ગ્રામપંચાયતે પણ વિરોધ નોંધાવ્યો હતો અને ગ્રામજનોએ પણ વિરોધ નોંધાવતા આ સોસાયટીની મંજૂરી માટે પણ નગર નિયોજકે કેટલીક શરતોને આધીન આપી હતી જેમાં સોસાયટીના જે પ્લોટ દર્શાવેલ તેમના પ્લોટ ન.8,11, 22/1,26,28/1,38,56,57,64,65,71/1,75,76,84 ,93, 102, 103,103/1,અને 104 આ 18 બ્લોક ખુલ્લા રાખવાની સૂચના છતાં આજે તેના પર મકાનો બનાવી જે તે બિલ્ડરે અંદાજિત 14 થી 15 લાખમાં એક મકાન વેચી કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાની વાત ચર્ચામાં છે. આવીજ રીતે રોયલ સન સિટીમાં પણ કેટલાક ઘરો બનેલા છે માટે ખરેખર સરકારે પહેલા એ તોડાવી નાખવું જોઈએ અને પાણીનો માર્ગ ખુલ્લો કરવો જોઈએ  નહીતો ચોમાસામાં વડિયા ગામના તમામ લોકોને પાણીની અસર થશે.: રમેશભાઈ વસાવા (જલારામ સોસાયટી )

 

(10:35 pm IST)