Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

પાટણના સિદ્ધપુર તાવડીયા ચોકડી નજીક નવજાત શિશુના ભૃણ 13 ટુકડા સાથે મળી આવતા ચકચાર મચી જવા પામ્યો

પાટણ: સિધ્ધપુર તાવડીયા ચોકડી નજીક એક નવજાત શિશુના ભૃણના ૧૩ ટુકડા કરીને અલગ અલગ પ્લાસ્ટિકની બોટલોમાં પેક કરીને કોઈ અજાણી વ્યક્તિ ફેંકી ગયું હોવાની ઘટનાથી વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ છે.

બુધવારના રોજ સિધ્ધપુર તાવડીયા ચાર રસ્તા નજીક કોઈ અજાણ્યા ઈસમો દ્વારા નવજાત શિશુના ભૃણના અવશેષો ૧૩ જેટલી પ્લાસ્ટિકની નાની નાની બોટલમાં પેક કરીને ફેંકી ગયા હોવાની જાણ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓને થતાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા. ભૃણનાં અવશેષો કોઈ ગાયનેક તબીબની હોસ્પિટલની ડિસ્પ્લેમાં મુકયા હોવાનું અને તેનાં નિકાલ માટે રાત્રીના સુમારે પ્લાસ્ટિકની બોટલોમાં પેક કરી ફેકી દેવાયા હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે. ઘટના બાબતે સિધ્ધપુર આરોગ્ય તંત્ર અને પોલીસ પણ અજાણ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાથી આવું કૃત્ય કરનારા સામે લોકો ફીટકાર વરસાવી રહ્યા છે. ઘટનાની જાણ થતા સિધ્ધપુર પોલીસે ઘટના પહોંચી તપાસ હાથ ધરી છે.

(7:16 pm IST)