Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

વડોદરામાં રાત્રી કર્ફ્યુ દરમ્યાન ગર્લફ્રેન્ડ સાથે ફરવા જવું યુવકને ભારે પડ્યું: બે અલગ અલગ ગુના દાખલ

વડોદરા: શહેરમાં રાત્રે દારૃનો નશો કરીને કારમાં ગર્લફ્રેન્ડ સાથે ફરવા નીકળેલા  યુવાનને લક્ષ્મીપુરા પોલીસે  ઝડપી પાડયો હતો. આરોપી સામે કરફ્યૂભંગ અને નશામાં કાર ચલાવવાના અલગ અલગ બે ગુના દાખલ કરવામાં આવ્યા છે

કરફૂયનો કડક અમલ કરાવવા માટે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગતરાત્રે વિસ્તારમાં ચેકિંગમાં હતો. તે  વખતે વુડા ચાર રસ્તા પાસે એક કાર વાંકીચુકી આવતી હોઇ પોલીસે કાર અટકાવી હતી. કારમાં તપાસ કરતા કાર ચલાવતો મોહનસીંગ રણવીરસીંગ શેખાવત (રહે. અમરનાથ ટેનામેન્ટ કરોડિયા બાજવા રોડ) દારૃના નશામાં હોવાનું જણાઇ આવ્યું હતું, અને તેની સાથે તેની ફ્રેન્ડ હેતલ કમલેશભાઇ પરમાર (રહે. અમૃતનગર સમતા) પણ બેઠી હતીકરફ્યુ શરૃ થયા પછી બહાર નીકળવાનું  વ્યાજબી કારણ તેઓ પોલીસ સમક્ષ રજૂ નહી કરી શકતા પોલીસે બંન્નેની સામે જાહેરનામાભંગનો ગુનો દાખલ કર્યો હતો

(5:01 pm IST)
  • હવે મઘ્યપ્રદેશ સરકાર વસૂલશે ગૌટેક્સ :આંગણવાડીમા ઈંડાને બદલે દૂધનું વિતરણ કરાશે : ગૌ ટેક્સથી એકત્ર થયેલી રકમ ગૌ સંરક્ષણ માટે ખર્ચાશે : ગૌ કેબિનેટની પજેલી બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 11:53 pm IST

  • કોરોના મહામારીને લીધે લાંબા સમય સુધી બંધ રહ્યા પછી અમદાવાદનું સુપ્રસિદ્ધ કેમ્‍પ હનુમાન મંદિર આજે ખોલી નાખવામાં આવ્‍યું છે. જોકે ટોકન સિસ્‍ટમ્‍સથી ૨૦૦ ભક્‍તોને જ પ્રવેશ આપવામાં આવશે.. access_time 5:12 pm IST

  • કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા તમે શું પગલાં લીધા ? : દિલ્હી ,આસામ, મહારાષ્ટ્ર તથા ગુજરાત સરકાર પાસે સુપ્રીમ કોર્ટે સ્ટેટ્સ રિપોર્ટ માંગ્યો access_time 12:03 pm IST