Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

સુરતમાં ફ્રિફાયર ગેમની રમત રમવા બાબતે હાર-જીતના ઝગડામાં મિત્ર અને તેના ભાઇઍ કિશોરને માર મારતા મોતને ભેટયો

ફરિયાદ થતા પોલીસે આરોપીઅો વિરૂધ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુન્હો નોîધી તપાસ હાથ ધરી

સુરત  તા. ર૪:.. સુરતમાં ત્રણેક મહિના અગાઉ કિશોરનો ફ્રી ફાયર ગેમમાં હારજીત બાબતે ઝગડો થતા પ્રતિસ્પર્ધી મિત્ર અને તેના ભાઇઍ કિશોરને માર મારતા સારવાર દરમિયાન મોત થયું હતું. ફરીયાદ થતા પોલીસે ગુન્હો નોîધી તપાસ હાથ ધરી છે.

ફ્રી ફાયર મોબાઈલ ગેમમાં હાર-જીત બાબતે ઝગડો થતા વાત હત્યા સુધી પહોંચી હતી. ગેમમાં ઝઘડા બાદ મિત્રએ કરાટેના જાણકાર ભાઈ સાથે માર મારતા મોત નિપજ્યું છે. પોલીસે સાપરાધ મનુષ્ય ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ઉન ભીંડી બજારમાં ત્રણ મહિના અગાઉ એક કિશોરનો ફ્રી ફાયર ગેમમાં હાર જીત બાબતે ઝઘડો થયો હતો. તેણે તેના મિત્ર અને તેના ભાઈએ માર માર્યો હતો. જેમાં મોત નિપજ્યું હતું. આ મામલે જે તે સમયે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. આ દરમ્યાન આ ઘટનામાં કિશોરની માતાએ બંને ભાઈ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બન્યુ એવુ હતું કે, સુરતના ઉન ભીંડી બજારમાં ગત 17 ઓક્ટોબર, 2022 ના રોજ 14 વર્ષીય કિશોરનો મિત્ર સાથે ઝઘડા થયો હતો. આ ઝઘડો એટલો મોટો થયો કે, બાદમાં વાત ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી અને માર ખાનાર બેભાન થઇ ગયો હતો. તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવમાં તે સમયે પાંડેસરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો અને તેના પોસ્ટ મોટર્મનો રિપોર્ટ પેન્ડીંગ હતો. 

આ ઘટનામાં મૃતક કિશોરની માતાએ પાંડેસરા પોલીસ મથકમાં તેની સાથે ઝઘડો કરી ઝપાઝપી કરનાર બે ભાઈઓ વિરુદ્દ ફરિયાદ આપી છે. કિશોરની માતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેનો પુત્ર અને મિત્ર વચ્ચે ફ્રી ફાયર ગેમમાં હારજીત બાબતે ઝઘડો થયો હતો. મિત્રએ તે સમયે તેના પુત્રને ગાળો આપી ભાઈ સાથે મળી ઢીકામુક્કીનો માર માર્યો હતો. આ ઉપરાંત, કરાટેના જાણકાર મિત્રના ભાઈએ ગળું પકડી માથામાં મુક્કો મારતા મોત નિપજી શકે તેવું જાણતો હોવા છતાં તેમના દીકરાનું ગળું પકડી માથામાં મુક્કો માર્યો હતો. એટલું જ નહીં દીકરાને માર મારતા તે નીચે પડી ગયા બાદ પણ બંને ભાઈઓએ તેને ઢીકામુક્કીનો માર મારતા તેનું મોત નીપજ્યું હતું. પાંડેસરા પોલીસે આ ઘટનામાં મૃતક કિશોરની માતાની ફરિયાદના આધારે બંને ભાઈઓ વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

(5:52 pm IST)