Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

નર્મદા પોલીસે રાજપીપળા પો.સ્ટે.ખાતે ટ્રાફિક અને વ્યાજખોરોનાં ત્રાસ મુદ્દે વેપારીઓ સાથે મિટિંગ યોજી

વેપારીઓએ ટ્રાફિક સમસ્યા બાબતે સૂચનો આપ્યા જેની ડીવાયએસ અને ટાઉન પીઆઈ એ નોંધ લઈ કામગીરી કરવાની ખાત્રી આપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા;નર્મદા પોલીસે ટ્રાફિક સમસ્યા બાબતે ચળવળ શરૂ કરી છે જેમાં રાજપીપળામાં ટ્રાફિક સમસ્યા વિકરાળ બની છે ત્યારે વેપારીઓ અને પોલીસે ભેગા મળી એનું નિરાકરણ લાવવા પ્રયાસો કરે છે જેમાં આજરોજ રાજપીપળા પોલીસ મથકે પોલીસ અને વેપારી મંડળની મિટિંગ યોજાઈ હતી જેમાં ડી.વાય. એસ.પી  જી. એ.સરવૈયા, ટાઉન પીઆઈ આર.જી ચૌધરી સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યો, જ્યારે વેપારી મંડળનાં હોદ્દેદારો અને સદસ્યો મોટી સંખ્યા માં હાજર રહી ટ્રાફિક બાબતે પડતી અડચણો બાબતે ચર્ચા કરી વેપારીઓ એ પોતાના સૂચનો આપ્યા હતા જેને પોલીસે સાંભળી ડીવાયએસ અને ટાઉન પીઆઈએ નોંધ લઈ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા વેપારી મિત્રોનો સહકાર માંગ્યો હતો

વેપારીઓએ બાઈક ગેંગ અને પાર્કિંગ બાબતે એક જાહેરનામું બહાર પાડી આડેધડ વાહન પાર્કિંગ બાબતે દંડ કરવા સૂચન આપ્યું તથા અમુક મોટી અને ખુલ્લી જગ્યાએ પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવા જણાવ્યું હતુંસાથે સાથે રોડની બંને બાજુ પટ્ટા મારશે તો રાહત થશે તેમ પણ જણાવ્યું હતું અને જૂની જેલ માં શાક માર્કેટ લઈ જાય તો આ સમસ્યા હલ થાય તેમ કહી રોડની સાઈડમાં ફૂટપાથ જરૂરી છે અને સફેદ ટાવર પાસે અમુક ટ્રાફિક સમયે પોલીસ સ્ટાફ વધારો કરવા જણાવ્યું હતું 

  Dysp એ કહ્યું કે વેપારીના સહકાર થી ટ્રાફિક સમસ્યા સોલ થશે, જે લોકો લાઇસન્સ વિના નાણાં આપતા હોય અને પઠાણી ઉઘરાણી કરતા હોવાથી ભૂતકાળ માં કેટલાક લોકોએ આપઘાત કર્યાના બનાવ પણ બન્યા છે માટે આવી કોઈ બાબત વેપારીઓના ધ્યાને આવે તો મને અથવા ટાઉન પીઆઈ ને મળી ઊંચા વ્યાજે રૂપિયા આપતા લોકોની માહિતી આપવા જણાવ્યું અને જે પણ માહિતી આપશે તેનું નામ ગુપ્ત રખાશે તેમ કહ્યું હતું.

ટાઉન પીઆઈ એ જણાવ્યું કે કેટલાક લોકો આડેધડ પાર્કિંગ કરી વાહન મૂકી જતા રહેતા હોય છે જેની સામે અમે પગલાં લઈશું અને અમારું પેટ્રોલિંગ સતત ચાલુ રહેશે અમે એસટી ડેપો મેનેજર સાથે પણ ચર્ચા કરી ટ્રાફિક માટે એસટી નો રૂટ ક્યાંથી લઈ જવો એ મુદ્દે ચર્ચા કરી છે પણ વેપારીઓ સહકાર આપશે તો ટ્રાફિક ની આ ગંભીર સમસ્યા હળવી કરવા માં આપણે વિજય મેળવીશું તેમ જણાવી કોઈપણ સમસ્યા હોય તો મને ફોન કરવો અથવા મળવું એમ જણાવ્યું હતું

(10:46 pm IST)