Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

વડોદરા રેલવે સ્ટેશન પરથી મુંબઇ પોલીસને ચકમો આપી છેતરપિંડીનો આરોપી નાસી ગયો

વડોદરા : રેલવે સ્ટેશન પરથી છેતરપિંડીનો આરોપી ફરાર થતાં પોલીસ દોડતી થઇ છે.મુંબઇ પોલીસને ચકમો આપી છેતરપિંડીનો આરોપ ફરાર થયો છે.હાલ પોલીસે ફરાર આરોપીની નાકાબંધી કરી શોધખોળ શરૂ કરી છે. આ બનાવની વાત કરીએ તો છેતરપિંડીના ગુનામાં મુંબઇ પોલીસ નીશેક કુમાર નામના આરોપીની દિલ્લીથી ધરપકડ કરી હતી અને આરોપીને વાયા ટ્રેન મારફતે મુંબઇ લઇને જઇ રહી હતી.

ત્યારે આરોપી નીશેક કુમાર વડોદરા રેલવે સ્ટેશન પરથી પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. વડોદરા રેલવે સ્ટેશન પરથી આરોપી ભાગતો હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યાં છે..જેમાં આપ જોઇ શકો છો કે આરોપી પોલીસને ચકમો આપી કેવી રીતે ફરાર થઇ રહ્યો છે.હાલ મુંબઇ અને રેલવે પોલીસે ફરાર આરોપી સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે

(11:39 pm IST)