Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

કપડવંજ તાલુકાના દંતાલીમા નજીવી બાબતે મહિલાને અપશબ્દો બોલનાર ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ

કપડવંજ:તાલુકાના દંતાલીમાં ઘર આગળથી વરસાદના પાણીના નિકાલના મુદ્દે ત્રણ ભેગા થઈ એક મહિલા સાથે ઝઘડો કરી જાતિ વિષયક અપશબ્દો બોલતા આ બાબતે કપડવંજ પોલીસમાં એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ દાખલ થઈ છે.


આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર કપડવંજ તાલુકાના દંતાલીમાં રહેતા રશ્મિકાબેન વિજયભાઈ વણકર પોતાના ઘર આગળથી વરસાદી પાણીના નિકાલ માટેની નીક કરતા હતા તે વખતે બાબુભાઈ કાળાભાઈ પરમાર, લીલાબેન બાબુભાઈ પરમાર તથા જરૂરીબેન કાળાભાઈ પરમારે તેમની સાથે ઝઘડો કરી જાતિ વિષયક અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બાબતે રશ્મિકાબેને ત્રણેય વિરૂદ્ઘ ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

(5:35 pm IST)