Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

વરસતા વરસાદમાં પણ પારડી પોલીસ સ્ટેશનના જવાનો ફરજ ભૂલ્યા નથી

વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનથી પારડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એમ.બેરીયા પોતે પણ કડક પેટ્રોલિંગ માટે જાણીતા :તેની રણનીતિથી બુટલેગરો હાફ્યા છે અને પોલીસને સફળતા મળી છે

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લામાં દારૂનું દુષણ એ એક ચેલેન્જ હતી પણ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલા ના આગમન સાથે જ બુટલેગર ભોં ભીતર થયા છે જ્યારે વલસાડ જિલ્લામાં આવેલ પારડી પોલીસ સ્ટેશનમાં પાતળિયા ચેકપોસ્ટ પર વરસતા વરસાદમાં પણ પોલીસ જવાનો ફરજ બજાવતા હોય છે અને વાહનોના ચેકિંગ પણ કરતા હોઈ છે જેથી દારૂનું દુષણ અટક્યું છે વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનથી પારડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એમ.બેરીયા પોતે પણ કડક પેટ્રોલિંગ માટે જાણીતા છે જેથી પોલીસ જવાનો પણ તેના માંથી શીખ મેળવી છે અને પાતળિયા ચેક પર કડક વાહન ચેકિંગ થી બુટલેગરો તેમજ નાના-મોટા દારૂનું વેચાણ કરનાર દારૂ લઈ જઈ શકતા નથી આવી પ્રમાણિક ફરજની વલસાડ જિલ્લામાં ઠેરઠેર પ્રશંસા થઈ રહી છે

(12:19 pm IST)