Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

આયાતી ખાદ્યતેલની ડયુટી વધારવા તથા રિફાઇન્ડ પામોલીન તેલની આયાત ઉપર નિયંત્રણો મુકવા માંગણી

ગુજરાત રાજય ખાદ્યતેલ અને તેલિબીયા સંગઠને વડાપ્રધાનને પત્ર લખી કરી માંગ : જો મોટા પ્રમાણમાં ખાદ્યતેલની આયાત ચાલુ રહી તો ખેડૂતોની આવક ડબલ કઇ રીતે થશે?

રાજકોટ તા. ર૪: ગુજરાત રાજય ખાદ્યતેલ અને તેલિબિયા એસો.ના પ્રમુખ સમીરભાઇ શાહે વડાપ્રધાન મોદીને એક પત્ર લખી આયાતી ખાદ્યતેલની ડયુટી વધારવા તથા રીફાઇન્ડ પામોલીન તેલની આયાત ઉપર ફરીથી નિયંત્રણો લાદવા માંગણી કરી છે.

તેમણે પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, પત્રમાં તેમણે વધુમાં જણાવ્યું છે કે, હવે બજારમાં મોટા પ્રમાણમાં અહિં પેદા થયેલ તેલીબિયા આવવાના છે ત્યારે આયાતી ખાદ્યતેલ પરની ડયુટી વધારવાની અને રીફાઇન્ડ પામ તેલની આયત ઉપર નિયંત્રણો મુકવા જરૂરી છે.

દેશમાં ખાદ્યતેલોમાં ભાવ વધારો થવાને કારણે રાજકિય પક્ષો અને કેટલાક મીડીયામાં બહુ દેકારો થતા કેન્દ્ર સરકારે જુન ર૦ર૧ થી ર વખત ખાદ્યતેલો પરની આયાત ડયુટી ઘટાડેલ. તેમજ રીફાઇન્ડ પામોલીન તેલની આયાત જે અત્યાર સુધી નિયંત્રીત હતી તેને ઓપન જનરલ કેટેગરીમાં મુકેલ હતી. આ પગલા ત્યારના સંજોગોમાં કદાચ જરૂરી હતા પરંતુ હવે જયારે સોયાબીન અને મગફળી સહિતના લોકલ તેલિબિયાના પાકો મોટા પ્રમાણમાં બજારમાં આવવાની તૈયારી છે ત્યારે આયાત પરના આકરા નિયંત્રો ફરી લાગુ કરવા જોઇએ નહીંતર તેલીબીયાના ભાવો બહુ નીચા જશે અને ખેડુતોને યોગ્ય ભાવ નહીં મળે તેમજ માનનીય પ્રધાનમંત્રીની બે મહેચ્છા (૧) ખેડુતોની આવક ડબલ કરવાની (ર) ખાદ્યતેલ ક્ષેત્રે દેશને સ્વાવલંબી બનાવવા તે પરિપુર્ણ નહીં થાય. માટે તાત્કાલિક અસરથી આયાત ડયુટી વધારવા જોઇએ અને રીફાઇન્ડ પામોલીન તેલ આયાત ફરી નિયંત્રિત કરવી જોઇએ.

(3:31 pm IST)