Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

ખેડબ્રહ્માના નગરપાલિકાના સફાઈ કામદાર પર અજાણ્યા શખ્સે નજીવી બાબતે પથ્થરમારો કરતા 37 કામદારો હડતાલ પર ઉતર્યા

ખેડબ્રહ્મા:નગરપાલીકાના રોજમદાર સફાઈ કામદારને ૧૭/૧૧/૨૦૨૦ના રોજ કોઈ અજાણ્યા વ્યક્તિએ પંચશીલ વિસ્તારમાં તેમની રિક્ષામાં કચરો ખાલી કરીને આવતા તેમના ઉપર પથ્થરોથી હુમલો થતા ૩૪ સફાઈ કામદારો હડતાલ ઉપર ઉતર્યા હતા. પરંતુ નગરપાલિકાના ચીફ ઓફીસરે સફાઈ કામદારો સાથે વાટાઘાટો કરી પોલીસને અજાણ્યા ઈસમો સામે ફરીયાદ દાખલ કરવા જણાવતા હડતાલ સમેટી લેવામાં આવી હતી.

ખેડબ્રહ્મા નગરપાલિકામાં રોજમદાર સફાઈ કામદાર (ડોર ટુ ડોર રિક્ષા ડ્રાઈવર) તરીકે ફરજ બજાવતા જવાભાઈ પુજાભાઈ મકવાણા તા. ૧૭/૧૧/૨૦૨૦ના રોજ પંચશીલ વિસ્તારમાં ઘન કચરો પ્લાન્ટમાં તેમની રિક્ષા ખાલી કરવા ગયા હતા અને ત્યાંથી પરત આવતા હતા ત્યારે રોડ ઉપર રસ્તામાં પથ્થરો જોતા તેઓ નીચે ઉતરી પથ્થરો હટાવતા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ તેમના ઉપર પથ્થરમારો કરતા તેમને ઈજાઓ થઈ હતી. જે અંતે તમામ ૩૪ જેટલા સફાઈ કામદારોએ બજારમાંથી કચરો ઉપાડવાનું બંધ કરીને આજે સવારથી હડતાલ ઉપર ઉતર્યા હતા. પરંતુ નગરપાલિકાના ચીફ ઓફીસરે આ લોકોને સમજાવટ કરીને પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની લેખીત રજૂઆત કરતા તમામ સફાઈ કામદારોએ હડતાલ સમેટી લીધી હતી.

(5:05 pm IST)
  • ચંદ્રની ભૂમિ ઉપરથી પથ્થરો લાવવાનું ચીનનું અભિયાન શરૂ : ચીને ચંદ્ર ઉપરથી પથ્થરો પૃથ્વી ઉપર પરત લાવવા માટેનું પોતાનું પહેલું મિશન સફળતાપૂર્વક શરૂ કર્યું છે. access_time 9:53 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 34,564 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 91,75,876 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,37,778 થયા:વધુ 39,364 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 86,00,808 રિકવર થયા :વધુ 440 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,34,213 થયો access_time 12:36 am IST

  • ઝડપી અને સસ્તા દરમાં કોરોના ટેસ્ટનો પ્રારંભ કરાવતા અમિતભાઈ ગૃહમંત્રી અમિતભાઈ શાહે નવી દિલ્હી ખાતે, ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના હેડકવાટર ઉપર માત્ર 499 રૂપિયામાં કોવિડ આરટી-પીસીઆર ટેસ્ટનો પ્રારંભ કરાવ્યો; 6 કલાકમાં કોવિડ ટેસ્ટનું પરિણામ: પ્રથમ તબક્કામાં, આવી 20 લેબ્સ ઉભી થવાની સંભાવના છે: દરેક લેબ એક દિવસમાં 1000 કોવિડ ટેસ્ટ કરવા માટે સક્ષમ છે access_time 8:41 am IST