Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

ઉમરેઠ કડીયાવાડમાં રાષ્ટ્રધ્વજ સાથે છેડછાડ કરી ધ્વજ ફરકાવનાર વિરૂધ્ધ ગુનો દાખલ કરતી ઉમરેઠ પોલીસ

ઉમરેઠ : આજરોજ ઉમરેઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં  ,હે,કોન્સ, શક્તિસિંહ અનોપસિંહ તથા હેડ, કોન્સ, હાર્દિકભાઈ હિંમતસિંહના ઓ ટાઉન પૂર્વ બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ તે વખતે તેઓને બાતમી મળેલ કે  ઉમરેઠ કડિયાવાડમાં રહેતા નિલોફર બાનુંનાઓના ઘર ઉપર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવેલ છે અને રાષ્ટ્રીય ધ્વજ સાથે છેડછાડ કરેલ છે તેવી બાતમીના આધારે તરત જ સ્થળ ઉપર પહોંચી રાષ્ટ્ર ધ્વજ સાથે છેડછાડ કરીને ધ્વજ ફરકાવનાર 1,નીલોફરબાનું ફારુખ હુસેન મલેક તથા ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર વિરુદ્ધ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધારેલ છે

 

(8:40 pm IST)