Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

વડિયાની સત્યમ નગર સોસાયટીમાંથી બાઇકની ચોરી થતા માલીકે પોલીસનો આશરો લીધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં સમયાંતરે બાઈક ચોરીઓના ગુના પોલીસ ચોપડે નોંધાઈ છે,જેમાં અગાઉ ઘણી બાઈક ચોરીના ગુનાઓ ડિટેકટ પણ થયા છે છતાં હજુ પણ ચોરીનો સીલસીલો યથાવત છે. જેમાં વડિયા ગામમાંથી એક બાઈક ચોરી થવાની ફરીયાદ દાખલ થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડીયાની સત્યમ નગર સોસાયટી માં રહેતા સહદેવકુમાર રમણભાઈ તડવીની ફરીયાદ મુજબ ગત તારીખ 18 નવેમ્બરે રાત્રે તેમના ઘરના આંગણે પાર્ક કરેલી તેમની સ્પ્લેન્ડર પ્લસ મો.સા નંબર GJ 22 L 960 ને કોઈ અજાણ્યા ચોર ઇસમે ચોરી કરી પલાયન થઈ ગયો હતો ત્યારે આ બાઇકની હાલની અંદાજીત બજાર કિ.રૂ.૨૫,૦૦૦ હોય રાજપીપળા પોલીસે સહદેવકુમાર ની ફરીયાદ ના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:05 pm IST)