Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

કરાઠા ગામમાં ગુટકા લેવા ગયેલા શખ્સને માર મારી ધમકી આપનાર દુકાનદાર સામે ફરીયાદ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકના કરાઠા ગામે નજીવી બાબતે માથાકૂટ થતા ધમકી આપનાર ઈસમ વિરુદ્ધ રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ઉકેશભાઈ ગોરધનભાઈ વસાવા(રહે, ઝુંડાવાળુ ફળીયું કરાઠા)એ આપેલી ફરીયાદ અનુસાર ગામમાં આવેલી હિતેશભાઈ ચીમનભાઈ વસાવાની દુકાને તેઓ વિમલ પડીકી લેવા માટે ગયા તે વખતે હિતેશભાઈ એ વિમલ પડીકીના પૈસાની લેવડ દેવડમાં ઝઘડો કરી તેમને ગેબી માર મારી, લાકડાના ડંડા વડે બે સપાટા મારી કોણીના ભાગે ફેકચર કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા રાજપીપળા પોલીસે દુકાનદાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:06 pm IST)