Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં કમોસમી વરસાદ બાદ સ્ટેચ્યુ પર જાણે ધૂમ્મસની ચાદર પથરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કેવડીયા ખાતે આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ હાલમાં મીની કાશ્મીર જેવો નજારો જોવા મળી રહ્યો છે.

બે દિવસ ભારે વરસાદ બાદ સમગ્ર વિસ્તારોમાં ધૂમ્મસ પ્રશરતા ખેતીમાં નુકશાનની ભીતિ સાથે સ્ટેચ્યુ વિસ્તારમાં ધૂમ્મસના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે જોકે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ધુમ્મસને કારણે મીની કાશ્મીર જેવો નજારો જણાઈ રહ્યો છે પરંતુ આ ગાઢ ધૂમ્મસ ને કારણે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા જાણે ગાયબ થઈ હોય તેવો નજારો હાલમાં દેખાઈ રહ્યો છે.ત્યારે આ કુદરતી નજારો જોવો પણ પ્રવાસીઓ માટે એક આકર્ષણ નું કેન્દ્ર બની જશે.

(11:12 pm IST)