Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

અમદાવાદનો કુખ્યાત બિલ્ડર અને લતીફનો સાગરીત નઝીર વોરા ભુજ જેલ હવાલે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૪ : અમદાવાદના જુહાપુરા, વેજલપુર વિસ્તારમાં કેર મચાવનાર અને લેન્ડ ગ્રેબિંગ સહિતના અનેક ગુનાઓમાં સામેલ કુખ્યાત બિલ્ડર નઝીર વોરાને ભુજ જેલ હવાલે કરાયો છે.

નઝીર વોરા કુખ્યાત બિલ્ડર છે અને લતીફનો સાગરીત રહી ચૂકયો છે, તેને પાસા હેઠળ ઝડપીને ભુજ જેલ હવાલે કરાયો છે.

(9:58 am IST)