Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

અમદાવાદમાં ફરી ભૂતકાળ માફક અપરાધીઓનું સામ્રાજ્‍ય સ્‍થપાતુ રોકવા યુવા આઇપીએસ પ્રેમસુખ ડેલુ દ્વારા જંગ શરૂ

અમરેલી એસપી નિર્લિપ્ત રાય સાથે કામ કરી ચૂકેલા આ આઇપીએસ ભવ્‍ય ભૂતકાળ ધરાવતા જૂના યુગના પોલીસ અધિકારીઓ જેવો જોમ જુસ્‍સો ધરાવે છેઃ રાજેન્‍દ્રઅસારી જેવા અધિકારીઓ પણ પીઠ થાબડી રહ્યા છે : ૪ ગેંગનો સફાયો કર્યાં બાદ જેમની સામે ગેરકાયદે બિલ્‍ડિંગ ખડકી ,વીજ ચોરી સહિતના અપરાધોના આરોપ છે તેવા નજીરની ગેરકાયદે ઇમારતો પર હથોડો ચલાવ્‍યા બાદ ભુજ જેલમાં પાસા હેઠળ મોકલી અપાયો

  રાજકોટ તા.૨૪, એક યુગમાં અમદાવાદમાં કુખ્‍યાત ગેંગ સ્‍ટર ડોન લતીફના સમયે પોલીસ તંત્રના મોટા ભાગના તેમના હમદર્દ હોવા છતાં એ સમયે પણ ચોક્કસ આઇપીએસ અધિકારીઓના નામ માત્રથી આ ગેંગ સહિત અપરાધીઓ રીતસર ફફડતા, દારૂના ધંધાના એક ચક્રી શાસન કારણે કેવી ભયંકર જીવલેણ ઘટના બની હતી અને ત્‍યારબાદ રાજકીય ક્ષત્ર છાયા દૂર થવા સાથે જ પોલીસ જે રીતે ગણત્રીના દિવસોમાં ગુનેગારોનો સફાયો કરેલ તેને આજેપણ જૂની પેઢીના લોકો યાદ કરી આવા પોલીસ અઘિકારીઓ એક સ્‍વપ્‍ન બની ગયાં હોવાનો અફસોસ કરે છે પણ સાવ નિરાશ થવાની જરૂર નથી. આજે અમદાવાદમા હજુ પણ ગુનેગારો સામે જંગે ચઢતા ગણ્‍યા ગાંઠ્‍યા અધિકારીઓ છે અને આવા અધિકારીઓ પૈકી એક એટલે ઝોન ૭ના ડીસીપી પ્રેમ સુખ ડેલું. અમરેલી એસપી નિર્લિપ્ત રાય સાથે કામ કરી ચૂકેલા આ અધિકારી ખૂબ હિંમતવાન અધિકારી હોવાની છાપ પ્રસ્‍થાપિત થઇ છે. એક આડ વાત નિયમ મુજબ નિર્લિપ્ત રાયને બદલવા પડે તો તેના વિકલ્‍પરૂપે પ્રેમ સુખ ડેલુને તેમના સ્‍થાને મૂકવા જોરદાર રજૂઆતો થયાની ચર્ચા છે.
 ફરી મૂળ વાત જેના ગેર કાયદે બિલ્‍ડિંગ પર પોતે જાતે ઊભા રહી કાર્યવાહી કરાવેલ તેવા નજીર બિલ્‍ડિંગ ભાડે આપવા માટે પાયે વીજ ચોરીના આરોપની ફરિયાદ સેકટર ,૧ ના એડી.સીપી રાજેન્‍દ્ર અસારી સુધી પહોંચી જતા તેઓ દ્વારા આ મામલાની તપાસ પ્રેમસુખ ડેલુને સુપરત કરતા જ તપાસનો ધમધમાટ બોલાવી ૨૦ જેટલા ગુનાના આરોપી નજર સામે આકરી કાર્યવાહી કરી પાસામાં ભુજ મોકલી આપેલ છે. પ્રજાને પીડનાર અપરાધી સામે લોખંડી હાથે કામ લેવા ટેવાયેલ આ અધિકારી દ્વારા ફકત આ એક જ ગુનેગાર સામે કાર્યવાહી કરી સંતોષ માનવામાં આવ્‍યો નથી  આ પહેલા અમદાવાદ ભૂતકાળનું અમદાવાદ ન બન્ને તે માટે ચાર અન્‍ય કુખ્‍યાત ગેંગનો સફાયો કરી દેવાયો છે.


 

(10:37 am IST)