Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

કમલમ ખાતે ડો. ચિખલીયાનું સન્માન

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ એક બેઠકનું આયોજન કરેલ. જેમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, સહકારીતા મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા સેલના વડા બિપીન પટેલ (ગોતા) તેમજ પૂર્વ સહકારીતા મંત્રી ઈશ્વરભાઈ પટેલ, શંકરભાઈ ચૌધરી, અજયભાઈ પટેલ, જ્યોતિન્દ્ર મહેતા, શામળાભાઈ પટેલ, નરહરિ અમીન, બાબુભાઈ જમનાદાસ પટેલ, ડોલરભાઈ કોટેચા, ડો. દેવરાજ ચિખલીયા સહિત મોટી સંખ્યામાં ગુજરાતની અલગ અલગ સહકારીતા સંસ્થાના પ્રતિનિધિઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. (અહેવાલઃ વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(11:08 am IST)