Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

ગોધરાના ભૂરાવાવમાં ધર્માંતરણ કરાવતું હોવાના આરોપ સાથે લોકોનો હોબાળો

નડિયાદના 10 ઉપરાંત ખ્રિસ્તી ધર્મના લોકો મળી આવતા ચકચાર: અરજીના પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી

ગોધરાના ભૂરાવાવમાં ધર્માંતરણ થતું હોવાનો આરોપ સામે આવ્યો છે. જેમાં સોસાયટીના ઘરમાં ધર્મ પરિવર્તન કરાવાતું હોવાનો આરોપ છે.તેમાં ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવાતું હોવાનો આરોપ છે. જેમાં નડિયાદના 10 ઉપરાંત ખ્રિસ્તી ધર્મના લોકો મળી આવ્યા છે.

 ગોધરાના ભૂરાવાવ વિસ્તારમાં આવેલ શિવ શક્તિ સોસાયટી વિસ્તારમાં એક મકાનમાં ધર્મપરિવર્તન કરાવાતું હોવાના આક્ષેપ સાથે લોકોએ હોબાળો કર્યો હતો. જેમાં શિવ શક્તિ સોસાયટીમાં સિંધી પરિવારના મકાનમાં રાત્રીના સમયે ખ્રિસ્તી ધર્મમાં ધર્મપરિવર્તન કરાવવામાં આવતું હોવાના આક્ષેપ સાથે લોકટોળાએ હોબાળો કર્યો હતો. જેમાં હોબળા બાદ પોલીસે મકાનમાં તપાસ કરતા મકાનમાંથી નડિયાદથી આવેલા 10 ઉપરાંત ખ્રિસ્તીધર્મના લોકો મળી આવ્યા હતા.

ઉલ્લેખનિય છે કે મકાન માલિકની પૂછપરછ દરમિયાન બર્થડે પાર્ટી હોઈ મિત્રોને બોલાવ્યા હોવાનું જણાવ્યું હતુ. તો બીજી તરફ ધર્મપરિવર્તન માટે જ કાર્યવાહી થતી હોવાની સ્થાનિકોની ઉગ્ર રજુઆત કરી હતી. જેમાં રજૂઆતને પગલે તમામ લોકોને પોલીસ મથકે લઈ જઈ પૂછપરછની કાર્યવાહી કરાઇ હતી. જેમાં સ્થાનિક આગેવાનોએ નડિયાદથી આવેલા 10 ઉપરાંત લોકો દ્વારા ધર્મપરિવર્તન કરાવવામાં આવતું હોવાના આક્ષેપ સાથે ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે લેખિતમાં અરજી આપવામાં આવી છે. જેમાં અરજીના પગલે પોલીસે કાર્યવાહી હાથધરી છે.

(11:49 am IST)