Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

ગુજરાતની વસ્તી ૭ કરોડ : મોબાઇલ ફોન ૮.૧૭ કરોડ

નવા ૬૭૫ સહિત કુલ ૧,૪૦,૫૩૫ બી.ટી.એસ. કાર્યરત

રાજકોટ તા. ૨૪ : ગુજરાત LSA દૂરસંચાર વિભાગના જણાવ્યા મુજબ, ઓકટોબર ૨૦૨૧માં ગુજરાત LSA નોંધપાત્ર ટેલિકોમ વૃદ્ઘિ થઈ છે જેના મુખ્ય પરિમાણ નીચે મુજબ છેઃ

 ૬.૫૨ લાખ નવા મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સ ઉમેરાયા છે અને મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સની કુલ સંખ્યા ૮.૧૭ કરોડ થઈ છે.

 ગુજરાત LSAની ટેલી-ડેન્સિટી ૧૧૫.૪% છે.

 ૨૦ હજાર નવી વાયર લાઇન / ઓપ્ટિકલ ફાઇબર બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સ ઉમેરવામાં આવ્યા હતા અને કુલ નવી વાયર લાઇન / ઓપ્ટિકલ ફાઇબર બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા ૧૪ લાખ થઈ ગઈ હતી.

 ૫.૯૪ લાખ નવા વાયરલેસ બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સ ઉમેરવામાં આવ્યા હતા અને કુલ વાયરલેસ ઓપ્ટિકલ ફાઈબર બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા ૪.૯૭ કરોડ થઈ હતી.

 ૬૭૫ નવા મોબાઈલ BTS ઉમેરવામાં આવ્યા અને BTS કુલ સંખ્યા ૧૪૦૫૩૫ થઈ.

 ૩૦૩ મોબાઈલ BTS ઓપ્ટિકલ ફાઈબર દ્વારા જોડાયેલા હતા અને ઓપ્ટિકલ ફાઈબર પર BTSની કુલ સંખ્યા ૪૯૯૭૫ થઈ ગઈ હતી.

 ૫૬૨ નવા 4G BTS ઉમેરવામાં આવ્યા હતા અને 4G BTSની કુલ સંખ્યા ૧૦૩૦૧૩ થઈ ગઈ હતી.

(12:30 pm IST)