Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

ગોધરાના કથિત ધર્માંતરણ કેસ :મકાન માલિકે કહ્યું- બર્થડે પાર્ટી હોવાથી મિત્રોને બોલાવ્યા'તા

નડિયાદથી આવેલ ખિસ્તી ધર્મના હતા:આસપાસના લોકો અને ધાર્મિક સંગઠનોએ ધર્મ પરિવર્તન કરાવાતું હોવાનો આક્ષેપ કર્યો

ભરૂચમાં ધર્માંતરણના કિસ્સા બાદ ગોધરાના ભૂરાવાવ વિસ્તારમાં કથિત ધર્મ પરિવર્તન કરાવાતું હોવાના આક્ષેપ સાથે લોકોએ હોબાળો મચાવ્યો હતો. આ કિસ્સામાં શિવ શક્તિ સોસાયટી વિસ્તારમાં એક મકાનમાં ધર્મપરિવર્તન કરાવાતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. જેના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. 

સ્થાનિકોનો આક્ષેપ છે કે બહારગામથી 12 જેટલા લોકો આવ્યા હતા અને તેમના દ્વારા મકાનમાં ધર્માંતરણની પ્રવૃત્તિ કરવામાં આવતી હતી. આ મામલે સ્થાનિકો અને ધાર્મિક સંગઠનોએ વિરોધ દર્શાવ્યો છે અને પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે

બીજી તરફ પોલીસે સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરી છે. હોબાળા બાદ પોલીસે મકાનમાં તપાસ કરી હતી. આ તપાસમાં નડિયાદથી આવેલા 12 જેટલા ખ્રિસ્તી ધર્મના લોકો મળી આવ્યા હતા.પોલીસ પૂછપરછ દરમિયાન મકાન માલિકે બચાવમાં એવું જણાવ્યું હતું કે બર્થડે પાર્ટી હોવાથી મિત્રોને બોલાવ્યા હતા. પોલીસનું કહેવું છે કે- 12 જેટલા લોકો બહારથી આવ્યા હતા.

જેઓ ખિસ્તી ધર્મના હતા આસપાસના લોકો અને ધાર્મિક સંગઠનોએ ધર્મ પરિવર્તન કરાવાતું હોવાનો આક્ષેપ કર્યો છે..તેમની અરજીના આધારે તપાસ ચાલી રહી છે.. બહારથી જે લોકો આવ્યા હતા તેમના નિવેદનો લેવામાં આવ્યા છે..લોકોએ કરેલા આરોપના આધારે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આગળની તપાસ ચાલુ છે.. તપાસ દરમિયાન કંઈ વાંધાજનક જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(2:18 pm IST)