Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

નગરપાલીકાઓને ફાળવાયેલ ગ્રાન્ટથી લોકોની સુખાકારી- સુવિધાઓ વધશેઃ ધનસુખ ભંડેરી

મ્યુ.ફાઈનાન્સ બોર્ડ દ્વારા ગાંધીનગરમાં ૪ જિલ્લાની ૨૫ નગરપાલીકાઓની સમીક્ષા બેઠક

રાજકોટઃ મોદીજીના શાસનકાળમાં દેશ શિક્ષણ, આરોગ્ય, કૃષિ, સુરક્ષા, સરંક્ષણ ક્ષેત્રે અનેક ઉંચાઈઓ સર કરી રહ્યો છે. ત્યારે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજયની ભાજપા વિકાસ માટે નવુ બળ પુરૂ પાડીને આત્મનિર્ભરતાના સંકલ્પને સાકાર કરશે તેમજ સરકારની સામુહિક શકિતઓ, વિવિધ યોજનાઓ, પ્રોજેકટને પુરા કરવાની દિશા તરફ આગળ વધી રહી છે. આ અંતર્ગત ગુજરાાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુભાઈ ભંડેરીની અધ્યક્ષતામાં નવા વર્ષના પ્રારંભે ગુજરાાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતભરમાં ઝોનવાઈઝ નગરપાલિકાઓની સમિક્ષા બેઠક યોજાઈ રહી છે.

સૌપ્રથમ અમદાવાદ ઝોનમાં ૪ જિલ્લામાં સમાવિષ્ટ અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લાની કુલ મળી ૨૫ નગરપાલિકાઓ જેમાં અમદાવાદ જિલ્લાની વિરમગામ, ધંધુકા, આણંદ, ધોળકા, બાવળા અને બારેજા નગરપાલિકા સહીતના નગરપાલિકાઓનાં પદાધિકારી તથા અધિકારીઓની ઝોન બેઠક ગાંધીનગર ખાતે સી.ટી.પી. કચેરી ઓડીટોરીયમમાં ખાતે મળી હતી. આ બેઠકનો પ્રારંભ ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીના હસ્તે દિપ પ્રાગટય કરી કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં અમદાવાદ ઝોનના પ્રાદેશિક કમિશનર (નગરપાલિકા) અનિલ રાણાવસીયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતું. તેમજ સી.ઈ.ઓ. પટ્ટણીએ પ્રેઝન્ટેશન કરેલ હતું. આ સમિક્ષા બેઠકમાં અધિક કલેકટર પટેલ, જીએમએફબીના અધિકારી નટુભાઈ દરજી, ધીરેનભાઈ, ભાવીનભાઈ સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ભાજપા સરકાર દ્વારા ગુજરાતની વણથંભી વિકાસ યાત્રા શાંતિ અને સલામતી વિકાસની ધરોહર છે. ભાજપના નેતૃત્વમાં ગુજરાતમાં સામાજીક, આર્થિક, ઔદ્યોગિક અને શૈક્ષણિક વિકાસ વધુ ગતિશીલ બન્યો છે. ત્યારે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડની કરોડો રૂપીયાની ગ્રાન્ટ ફાળવી રાજયની  મહાનગરપાલિકાઓ તેમજ નગરપાલિકાઓની સર્વાગિ વિકાસ થાય અને લોકોને પ્રાથમિક સુવિધાઓ ઉપરાંત માળખાકીય અને આંતર માળખાકીય સુવિધાઓ પુરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય તે દિશામાં વિકાસની રફતાર સાથે અને જનસેવાના નિર્ધાર સાથે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટથી નગરપાલિકાઓ હાઈટેક બને લોકોની સુખાકારી જળવાય અને વિકાસ કાર્યો ઝડપથી હાથ ધરાય તે માટે ગુજરાતના ખુણેખુણાનો વિકાસ કરી વિકસીત ગુજરાતના મજબુત પાયા નાંખી ગુજરાાતને ઉતમ મોડેલ સ્ટેટ બનાવવાના સહીયારા પ્રયાસથી આપણા ગુજરાતને વધુ બળવતર બનાવવા માટે સહભાગી થઈ ગુજરાતના વિકાસની રફતારને ઉંચાઈ પર લઈ જવા કટીબધ્ધ બનીએ.

રાજયની ભાજપ સરકારે 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના ધ્યેયેસૂત્ર સાથે સમાજના છેવાડના માનવીના ઉત્થાન માટે યોજનાઓ અમલી બનાવી તેનો સંપૂર્ણ લાભ મળે તેવું માઈક્રો આયોજન કર્યુ છે. ત્યારે રાજય સરકારની અનેકવિધ યોજનાઓથી છેવાડાના માનવીના પાયાના પ્રશ્નો હલ થાય અને લઘુતમ સાધનોનો મહતમ ઉપયોગ કરી નગરપાલિકાઓ મહાનગરપાલિકા જેવી બને અને મહાનગરપાલિકાઓ મેગાસીટી બને તેમજ નગરપાલિકાઓને ફાળવાયેલ ગ્રાન્ટના મહતમ ઉપયોગથી લોકોની પ્રાથમિક સુવિધા અને સુખાકારીમાં વધારો થાય તે માટે આયોજનબધ્ધ કામગીરી થાય અને વહીવટી અને કાયદાકીય જ્ઞાનની એકબીજા સાથે આપ-લે થાય અને જાણકારીમાં વૃધ્ધી થાય, ગ્રાન્ટ અંગેના સૂચનો અને ચાલુ કામો પુરા કરવા અંગેની માહિતી પુરી પાડેલ. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(2:45 pm IST)