Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

ગુજરાતી સંગીતને પ્રોત્સાહન હેતુથી 'ટોપ મ્યુઝીક એવોર્ડસ'નું આયોજન

(કેતન ખત્રી) અમદાવાદ તા. ૨૪ : સમભાવ ગ્રુપ ના ટોપ એફએમ ગુજરાતી સંગીત માટે એક અનોખી પહેલ કરી રહ્યું છે. સૌપ્રથમવાર ગુજરાતી સંગીત માટેના અવોર્ડસ યોજાવવા જઈ રહ્યા છે- ટોપ મ્યુઝીક અવોર્ડસ આમાં સંગીત સાથે સંકળાયેલ દરેક કલાકાર કે જેઓ સંગીતની દુનિયામાં પોતાની રીતે આગવું પ્રદાન કરી રહ્યા છે. તેમની કલાને બિરદાવવા અને તેમને પ્રોત્સાહન મળે તે હેતુથી આ અવોર્ડ ફંકશનનું આયોજન કરવામાં આવેલું છે.

જેમાં તેમની સંગીતની કલાને પારખવા અને તેમને યોગ્ય સન્માન મળે તે માટે કલાજગતની અનુભવી વ્યકિતઓને નિર્ણાયક તરીકે પસંદ કરેલ છે જેમાં, ગુજરાતી સંગીતના દરેકને ગમતા એવા ગાયક  પાર્થિવ ગોહિલ, ગુજરાતી ભાષાનાં નામાંકિત કવિ તુષાર શુકલ, ગુજરાતી ભાષાનાં કોકિલ કંઠી ગાયિકા શ્રીમતી પ્રિયા સરૈયા, ડાયરાની દુનિયામાં જેમની બરાબરી ના થઇ શકે એવા કલાકાર  ઓસમાણ મીર, શાસ્ત્રીય અને સુગમ સંગીતમાં જેમણે ખૂબ નામના મેળવી છે, તેવા  અનિકેત ખાંડેકર સામેલ છે.આ એવોર્ડ ફંકશનમાં ગુજરાતી ફિલ્મ, ઇન્ડેપેન્ડેન્ટ સોંગ્સની અલગ અલગ કેટેગરી છે જેમ કે; બેસ્ટ ગરબા ઓફ ધ યર, રીક્રીએટેડ ગરબા ઓફ ધ યર, ટેકનિકલ કેટેગરીને પણ બિરદાવવામાં આવશે.અમદાવાદ ખાતે મંગળવારે ટોપ એફ એમ ના ગુજરાત ના સૌથી મોટા સંગીત એવોર્ડ ની પત્રકાર પરિષદ માં આ વિગત અપાઈ હતી.

(3:26 pm IST)