Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

કેદીઓ સાથે હીરા ઘસવા બેસી ગૃહમંત્રી બોલી ઊઠયા કે તમારા દ્વારા તૈયાર થયેલ હીરા જડિત વીટી પહેરી અબજોપતિ ગૌરવ અનુભવે તે દિવસો દૂર નથી

કેદીઓને આત્મનિર્ભર બનાવવાના ગુજરાતના જેલ વડા ડો.કે.એલ.એન.રાવ ટીમ પર ગૃહમંત્રી હર્ષ સંઘવી આફ્રિન

 રાજકોટ તા.  ૨૪, જેલ પ્રશાસન દ્વારા તમને એટલી હદે આત્મનિર્ભર બનાવવા માટે તમારી પાસેની કલાનો સદઉપયોગ કરવામાં આવશે કે તમારા દ્વારા ત્યાર થયેલ હીરા જડિત વિટી પહેરી અબજોપતિ પણ ગૌરવ લેશે તેવા દિવસો દૂર નથી તેમ રાજ્યના જેલ વડા ડો. કે.એલ.એન.રાવ અને તેમની ટીમ દ્વારા કેદીઓ જેલ મુકત બન્યા બાદ તેઓને રોજગારીનો પ્રશ્ન ન આવે તે માટે તેમને આત્મનિર્ભર બનાવવા માટે ચાલતા અથાગ પ્રયાસો નજરે નિહાળી સુરતની લાજ પોર જેલ ખાતેની મુલાકાત લીધા બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા હર્ષભેર જણાવેલ.                                     

 કોરોનાકાળ દરમિયાન અદભૂત કામગીરી બદલ એવોર્ડ મેળવનાર ગુજરાતના જેલ તંત્રની નોંધ રાષ્ટ્રિય લેવલે લેવાઇ હતી તે બાબત સંદર્ભે સંભવિત ત્રીજી લહેર સામે સાવચેતીના લેવાયેલ પગલાંઓ માટે પણ રાજ્યના એડી. ડીજી. લેવલના સિનિયર આઇપીએસ ડો. રાવ ટીમની તારીફ કરવા સાથે કેદીઓ માટે જીમ, બેકારી ઉધોગ, રોજગારી માટેના વિવિધ સાધનો, લોક ડાઉન દરમિયાન પણ જેલ ભજીયા હાઉસ દ્વારા મંદીને બદલે કરોડોના ટર્ન ઓવરની વિગતો જાણવા સાથે મંત્રી હર્ષ સંઘવી પણ જેલ કેદીઓ સાથે હીરા ઘસવા બેસતા કેદીઓ દ્વારા તેમને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લેવાયેલ. કેદીઓને પ્રશિક્ષિત કરવા માટે ડિજિટલ બોર્ડ અને દેશની ખ્યાતનામ વેલૂર યુની.ના એક સમયના ડાયરેકટર ડો.ઇન્દુ રાવના સહયોગથી ચાલતા કાર્ય પર આફ્રિન પોકારી લાજપોર જેલ ખુલ્લી જેલ માટે તમામ સુવિધા ઝડપથી આપવા હર્ષ ભાઈ સંઘવી દ્વારા ખાત્રી આપવામાં આવેલ.

(3:27 pm IST)